Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7309 | Date: 28-Mar-1998
સુખમાં આવશે સહુ સાથ દેવા, પડશે સહેવા દુઃખ તો એકલા
Sukhamāṁ āvaśē sahu sātha dēvā, paḍaśē sahēvā duḥkha tō ēkalā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7309 | Date: 28-Mar-1998

સુખમાં આવશે સહુ સાથ દેવા, પડશે સહેવા દુઃખ તો એકલા

  No Audio

sukhamāṁ āvaśē sahu sātha dēvā, paḍaśē sahēvā duḥkha tō ēkalā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-03-28 1998-03-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15298 સુખમાં આવશે સહુ સાથ દેવા, પડશે સહેવા દુઃખ તો એકલા સુખમાં આવશે સહુ સાથ દેવા, પડશે સહેવા દુઃખ તો એકલા

સમય સુખના જાશે વીતી જલદી, ગણવા પડશે દુઃખમાં તો દહાડા

મળશે સુખમાં સહુ સાથ દેનારા, મળશે દુઃખમાં તો મ્હોં ફેરવનારા

જીવનમાં તો સુખ સાધી, બની જાશે સહુ દુઃખને ભૂલી જનારા

સુખ તો છે સંપત્તિ સાચી જીવનની, પામે તો એ ભાગ્ય રળનારા

દુઃખ ઘર કરી બેસે જ્યાં હૈયામાં, બને મુશ્કેલ પ્રવેશ ત્યાં સુખના

સુખદુઃખની ભરતી-ઓટમાં વીતે જગમાં તો સહુના રે દહાડા

સુખદુઃખ કરશે ઘડતર જીવનનું, એના વિના રહેશે ઘડતર અધૂરા

જીવનના છે એ પ્યાલા, પડશે પચાવવા, કડવા મીઠા તો એ પ્યાલા

આવશે યાદ સુખમાં તો સંપત્તિ, આવશે યાદ દુઃખમાં પ્રભુનાં ગાણાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhamāṁ āvaśē sahu sātha dēvā, paḍaśē sahēvā duḥkha tō ēkalā

samaya sukhanā jāśē vītī jaladī, gaṇavā paḍaśē duḥkhamāṁ tō dahāḍā

malaśē sukhamāṁ sahu sātha dēnārā, malaśē duḥkhamāṁ tō mhōṁ phēravanārā

jīvanamāṁ tō sukha sādhī, banī jāśē sahu duḥkhanē bhūlī janārā

sukha tō chē saṁpatti sācī jīvananī, pāmē tō ē bhāgya ralanārā

duḥkha ghara karī bēsē jyāṁ haiyāmāṁ, banē muśkēla pravēśa tyāṁ sukhanā

sukhaduḥkhanī bharatī-ōṭamāṁ vītē jagamāṁ tō sahunā rē dahāḍā

sukhaduḥkha karaśē ghaḍatara jīvananuṁ, ēnā vinā rahēśē ghaḍatara adhūrā

jīvananā chē ē pyālā, paḍaśē pacāvavā, kaḍavā mīṭhā tō ē pyālā

āvaśē yāda sukhamāṁ tō saṁpatti, āvaśē yāda duḥkhamāṁ prabhunāṁ gāṇāṁ
Scan Image

Gujarati Bhajan no. 7309 by Satguru Devendra Ghia - Kaka
First...730673077308...Last