1998-04-12
1998-04-12
1998-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15312
કરી મહેનત દે પાચનશક્તિ વધારી, જીવનનાં અનેક તોફાનો પચાવવા બાકી છે

જીવનમાં થાક્યો ને કંટાળ્યો શાને, મંઝિલ દૂર છે, પહોંચવું મંઝિલે હજી બાકી છે
શીખ્યો ના શીખ્યો બે ચીજ જીવનમાં, ફૂલાઈ ગયો શીખવાનો સાગર હજી બાકી છે
હરેક પળને યાદગાર બનાવી દેજે, જામ મહોબ્બતનો પીવો તો હજી બાકી છે
દ્વારે દ્વારે ભટક્યો જીવનમાં સાથ મેળવવા, ખુદને ખુદનાં દ્વાર ખટખટાવવા બાકી છે
મનગમતાં સપનાંની લંગાર ચાલી છે, મન તો ચાહે રાત થોડી હજી બાકી છે
દિલને જ્યાં દર્દનું ઘેલું લાગ્યું, ગયું ઘા સહેતું, ઘા સહેવા ઘણા હજી બાકી છે
મહોબ્બતની ગલીઓમાંથી નીકળ્યા બહાર જ્યાં, લાગે ગલીઓ ફરવી ઘણી હજી બાકી છે
મહેનતને મળીના સફળતા જીવનમાં, લાગ્યું ત્યારે, મહેનત હજી થોડી બાકી છે
મંઝિલને ના હટાવી નજરોની સામેથી, લાગ્યું ત્યારે, પહોંચવું મંઝિલે હજી બાકી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī mahēnata dē pācanaśakti vadhārī, jīvananāṁ anēka tōphānō pacāvavā bākī chē
jīvanamāṁ thākyō nē kaṁṭālyō śānē, maṁjhila dūra chē, pahōṁcavuṁ maṁjhilē hajī bākī chē
śīkhyō nā śīkhyō bē cīja jīvanamāṁ, phūlāī gayō śīkhavānō sāgara hajī bākī chē
harēka palanē yādagāra banāvī dējē, jāma mahōbbatanō pīvō tō hajī bākī chē
dvārē dvārē bhaṭakyō jīvanamāṁ sātha mēlavavā, khudanē khudanāṁ dvāra khaṭakhaṭāvavā bākī chē
managamatāṁ sapanāṁnī laṁgāra cālī chē, mana tō cāhē rāta thōḍī hajī bākī chē
dilanē jyāṁ dardanuṁ ghēluṁ lāgyuṁ, gayuṁ ghā sahētuṁ, ghā sahēvā ghaṇā hajī bākī chē
mahōbbatanī galīōmāṁthī nīkalyā bahāra jyāṁ, lāgē galīō pharavī ghaṇī hajī bākī chē
mahēnatanē malīnā saphalatā jīvanamāṁ, lāgyuṁ tyārē, mahēnata hajī thōḍī bākī chē
maṁjhilanē nā haṭāvī najarōnī sāmēthī, lāgyuṁ tyārē, pahōṁcavuṁ maṁjhilē hajī bākī chē
|