Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7471 | Date: 13-Jul-1998
તોલાતાં ને તોલાતાં આવ્યાં જીવન, જગમાં સહુનાં સુખદુઃખના ત્રાજવે
Tōlātāṁ nē tōlātāṁ āvyāṁ jīvana, jagamāṁ sahunāṁ sukhaduḥkhanā trājavē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7471 | Date: 13-Jul-1998

તોલાતાં ને તોલાતાં આવ્યાં જીવન, જગમાં સહુનાં સુખદુઃખના ત્રાજવે

  No Audio

tōlātāṁ nē tōlātāṁ āvyāṁ jīvana, jagamāṁ sahunāṁ sukhaduḥkhanā trājavē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-07-13 1998-07-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15460 તોલાતાં ને તોલાતાં આવ્યાં જીવન, જગમાં સહુનાં સુખદુઃખના ત્રાજવે તોલાતાં ને તોલાતાં આવ્યાં જીવન, જગમાં સહુનાં સુખદુઃખના ત્રાજવે

નમ્યું પલ્લું કયું કોનું રે ક્યારે જીવનમાં, કિંમત જીવનમાં એની એમાં અંકાશે

હશે સુખદુઃખના તોલમાપ ભલે સહુના જુદા, પણ એનાથી એ તો તોલાશે

લાગે સુખ એકને તો પૌસામાં, એ જ પૈસો બીજાના દુઃખનું તો કારણ બનશે

નિષ્ફળતા કરી જાશે દુઃખી કંઈકને જીવનમાં, કંઈકને તો એ બળ આપી જાશે

એકલતા તો કંઈકને દુઃખનું કારણ બને, કંઈકને એમાં તો સુખ દેખાશે

સુખદુઃખ તો છે જીવનમાં ઝાંઝવાનાં જળ જેવાં, કદી એ દેખાશે, કદી એ ખોવાશે

મળી જાશે જેને સંતોષનું મોતી તો જીવનમાં, ભાગ્ય એનું તો ખીલી જાશે

પળ ને પળ જીવનની તો વીતતી ને વીતતી જાશે, જીવનને કાંઈ એ તો દઈ જાશે

જીવન તો આમ વીતશે, પણ સહુનાં જીવન તો સુખદુઃખના ત્રાજવે તોલાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tōlātāṁ nē tōlātāṁ āvyāṁ jīvana, jagamāṁ sahunāṁ sukhaduḥkhanā trājavē

namyuṁ palluṁ kayuṁ kōnuṁ rē kyārē jīvanamāṁ, kiṁmata jīvanamāṁ ēnī ēmāṁ aṁkāśē

haśē sukhaduḥkhanā tōlamāpa bhalē sahunā judā, paṇa ēnāthī ē tō tōlāśē

lāgē sukha ēkanē tō pausāmāṁ, ē ja paisō bījānā duḥkhanuṁ tō kāraṇa banaśē

niṣphalatā karī jāśē duḥkhī kaṁīkanē jīvanamāṁ, kaṁīkanē tō ē bala āpī jāśē

ēkalatā tō kaṁīkanē duḥkhanuṁ kāraṇa banē, kaṁīkanē ēmāṁ tō sukha dēkhāśē

sukhaduḥkha tō chē jīvanamāṁ jhāṁjhavānāṁ jala jēvāṁ, kadī ē dēkhāśē, kadī ē khōvāśē

malī jāśē jēnē saṁtōṣanuṁ mōtī tō jīvanamāṁ, bhāgya ēnuṁ tō khīlī jāśē

pala nē pala jīvananī tō vītatī nē vītatī jāśē, jīvananē kāṁī ē tō daī jāśē

jīvana tō āma vītaśē, paṇa sahunāṁ jīvana tō sukhaduḥkhanā trājavē tōlāśē
Scan Image

Gujarati Bhajan no. 7471 by Satguru Devendra Ghia - Kaka
First...746874697470...Last