1991-11-24
1991-11-24
1991-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15516
ખીલી કળી તો હૈયે, જ્યાં આશાની, બહાર જીવનમાં એ તો લાવી

કિસ્મતે જ્યાં દીધી એને, પુષ્પમાં પલટાવી, સુગંધ દીધી એણે ફેલાવી
પ્રેમમાં ગઈ જ્યાં એ તો બંધાઈ, દીધા ભાવ નવા નવા એણે રચાવી
જાય જ્યાં એ પૂર્ણરૂપે તો ખીલી, દેશે વાતાવરણ એ તો બદલાવી
હસતી હસતી નીરખી રહે જ્યાં એ જગમાં, આનંદ દે ત્યાં એ પ્રગટાવી
ઝીલી ટક્કર તોફાનોની, તો જીવનમાં, રહી હતી એ તો હસતી ને હસતી
વિધાતાએ દીધી પાડી એને વિખૂટી, રહી ધીરે ધીરે એ તો મૂરઝાતી
નિરાશાની કળી ગઈ જ્યાં વિકસી, આશાની કળી ગઈ જ્યાં હડસેલી
ગઈ જીવનમાંથી જ્યાં એ તો ખરી, ગઈ આનંદ ઉમંગ એ તો હરતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khīlī kalī tō haiyē, jyāṁ āśānī, bahāra jīvanamāṁ ē tō lāvī
kismatē jyāṁ dīdhī ēnē, puṣpamāṁ palaṭāvī, sugaṁdha dīdhī ēṇē phēlāvī
prēmamāṁ gaī jyāṁ ē tō baṁdhāī, dīdhā bhāva navā navā ēṇē racāvī
jāya jyāṁ ē pūrṇarūpē tō khīlī, dēśē vātāvaraṇa ē tō badalāvī
hasatī hasatī nīrakhī rahē jyāṁ ē jagamāṁ, ānaṁda dē tyāṁ ē pragaṭāvī
jhīlī ṭakkara tōphānōnī, tō jīvanamāṁ, rahī hatī ē tō hasatī nē hasatī
vidhātāē dīdhī pāḍī ēnē vikhūṭī, rahī dhīrē dhīrē ē tō mūrajhātī
nirāśānī kalī gaī jyāṁ vikasī, āśānī kalī gaī jyāṁ haḍasēlī
gaī jīvanamāṁthī jyāṁ ē tō kharī, gaī ānaṁda umaṁga ē tō haratī
|