Hymn No. 3532 | Date: 26-Nov-1991
કરતા તો કાંઈ વિચાર કર્યો નહિ, હવે આવે છે આ વિચાર, હવે તો મારું શું થાશે
karatā tō kāṁī vicāra karyō nahi, havē āvē chē ā vicāra, havē tō māruṁ śuṁ thāśē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1991-11-26
1991-11-26
1991-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15521
કરતા તો કાંઈ વિચાર કર્યો નહિ, હવે આવે છે આ વિચાર, હવે તો મારું શું થાશે
કરતા તો કાંઈ વિચાર કર્યો નહિ, હવે આવે છે આ વિચાર, હવે તો મારું શું થાશે
જોમ હતું જ્યાં તનમાં, આવ્યો ના કદી આ વિચાર - હવે આવે છે
મળ્યો ત્યાંથી કરતો રહ્યો ભેગું, દીધા છોડી બધા આચાર ને વ્યવહાર - હવે આવે છે
તનમાં શક્તિ જ્યાં ધરતી રહી, ચાલી જીવનમાં જ્યાં નિષ્ફળતાની ધાર - હવે આવે છે
મનધાર્યું ને મનધાર્યું કરતો રહ્યો જીવનમાં, કર્યો ના કદી કોઈનો વિચાર - હવે આવે છે
આવન જાવન જોઈ જગમાં, પડશે જાવું મારે એકવાર, કર્યો ના આ વિચાર - હવે આવે છે
સ્વ સુખદુઃખમાં રહ્યો રચ્યોપચ્યો, કર્યો ના અન્યના દુઃખોનો વિચાર - હવે આવે છે
શોધ્યું સુખ બહાર ને બહાર, મળ્યું ના એ તો બહાર, સમજતાં લાગી વાર - હવે આવે છે
લેવું છે શરણું તારું, દયાની દાતાર, છોડાવજે હવે જીવનમાં ખોટાં વિચાર - હવે આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatā tō kāṁī vicāra karyō nahi, havē āvē chē ā vicāra, havē tō māruṁ śuṁ thāśē
jōma hatuṁ jyāṁ tanamāṁ, āvyō nā kadī ā vicāra - havē āvē chē
malyō tyāṁthī karatō rahyō bhēguṁ, dīdhā chōḍī badhā ācāra nē vyavahāra - havē āvē chē
tanamāṁ śakti jyāṁ dharatī rahī, cālī jīvanamāṁ jyāṁ niṣphalatānī dhāra - havē āvē chē
manadhāryuṁ nē manadhāryuṁ karatō rahyō jīvanamāṁ, karyō nā kadī kōīnō vicāra - havē āvē chē
āvana jāvana jōī jagamāṁ, paḍaśē jāvuṁ mārē ēkavāra, karyō nā ā vicāra - havē āvē chē
sva sukhaduḥkhamāṁ rahyō racyōpacyō, karyō nā anyanā duḥkhōnō vicāra - havē āvē chē
śōdhyuṁ sukha bahāra nē bahāra, malyuṁ nā ē tō bahāra, samajatāṁ lāgī vāra - havē āvē chē
lēvuṁ chē śaraṇuṁ tāruṁ, dayānī dātāra, chōḍāvajē havē jīvanamāṁ khōṭāṁ vicāra - havē āvē chē
|