1992-02-17
1992-02-17
1992-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15678
નામ અને આકાર, સરોવર ને નદીના, જુદાને જુદા રહ્યા છે

જળ ભરેલાં એમાં તો, જળને જળ, જળને જળ તો રહ્યા છે
વસે ભલે જગને કોઈ ખૂણે તો માનવી, પ્રદર્શન વૃત્તિ ને સ્વભાવના એના એ રહ્યા છે
વહે છે રક્ત જગના સહુ માનવમાં, રંગ એના તો લાલ ને લાલ રહ્યા છે
ભાષા તો જગમાં, જુદીને જુદી રહી છે, વ્યક્ત થાતા ભાવો એમાં, એના એ રહ્યા છે
કોઈ ભી માનવની આંખમાંથી વહ્યાં જે આંસુ, એ ખારા ને તારા તો રહ્યા છે
આકારને નામે લાગે માટી જુદી, એમાં માટી તો એની એ તો રહી છે
ઘાટ ભલે લાગે એના તો જુદા, સોનું દાગીનામાં તો એનું એ રહ્યું છે
સમજ જરા માનવી, જગમાં ઘાટ ને આકાર રહ્યા ભલે જુદા, પ્રભુ સહુમાં એ તો એ રહ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nāma anē ākāra, sarōvara nē nadīnā, judānē judā rahyā chē
jala bharēlāṁ ēmāṁ tō, jalanē jala, jalanē jala tō rahyā chē
vasē bhalē jaganē kōī khūṇē tō mānavī, pradarśana vr̥tti nē svabhāvanā ēnā ē rahyā chē
vahē chē rakta jaganā sahu mānavamāṁ, raṁga ēnā tō lāla nē lāla rahyā chē
bhāṣā tō jagamāṁ, judīnē judī rahī chē, vyakta thātā bhāvō ēmāṁ, ēnā ē rahyā chē
kōī bhī mānavanī āṁkhamāṁthī vahyāṁ jē āṁsu, ē khārā nē tārā tō rahyā chē
ākāranē nāmē lāgē māṭī judī, ēmāṁ māṭī tō ēnī ē tō rahī chē
ghāṭa bhalē lāgē ēnā tō judā, sōnuṁ dāgīnāmāṁ tō ēnuṁ ē rahyuṁ chē
samaja jarā mānavī, jagamāṁ ghāṭa nē ākāra rahyā bhalē judā, prabhu sahumāṁ ē tō ē rahyō chē
|