Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3733 | Date: 08-Mar-1992
કર વિચાર જીવનમાં તું જરા, થયું જીવનમાં કેટલું તારું ધાર્યું
Kara vicāra jīvanamāṁ tuṁ jarā, thayuṁ jīvanamāṁ kēṭaluṁ tāruṁ dhāryuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3733 | Date: 08-Mar-1992

કર વિચાર જીવનમાં તું જરા, થયું જીવનમાં કેટલું તારું ધાર્યું

  No Audio

kara vicāra jīvanamāṁ tuṁ jarā, thayuṁ jīvanamāṁ kēṭaluṁ tāruṁ dhāryuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-03-08 1992-03-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15720 કર વિચાર જીવનમાં તું જરા, થયું જીવનમાં કેટલું તારું ધાર્યું કર વિચાર જીવનમાં તું જરા, થયું જીવનમાં કેટલું તારું ધાર્યું

કર્યું જીવનમાં કેટલું અન્યને રાજી રાખવા, થયું ના કેટલું તારું ધાર્યું

લાવ્યું જીવનમાં તારું ભાગ્ય કેટલું, જીવનમાં આળસમાં તેં કેટલું ખોયું

કીધા યત્નો તો જીવનમાં મેળવવા, અધવચ્ચે અધૂરું કેટલું છોડયું

કારણ વિના, કે લોભ લાલચના પૂરમાં, અન્યનું નુકસાન કેટલું કર્યું

ક્રોધ જાગ્યો જીવનમાં કેટલો, કે આદતનું અંગ એ તો બની ગયું

બદલ્યા રસ્તા જીવનમાં તો કેટલા, અકારણ કે સમજીને આમ કર્યું

બની ના શક્યો સ્થિર તું જીવનમાં, મન તો જ્યાં ના સ્થિર રહ્યું

કરવું હતું જીવનમાં જે વહેલું, મોડુંને મોડું જીવનમાં એ થાતું ગયું

ગણવું આળસ એને કે સમજણમાં, જલદી ના તો એ સમજાયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kara vicāra jīvanamāṁ tuṁ jarā, thayuṁ jīvanamāṁ kēṭaluṁ tāruṁ dhāryuṁ

karyuṁ jīvanamāṁ kēṭaluṁ anyanē rājī rākhavā, thayuṁ nā kēṭaluṁ tāruṁ dhāryuṁ

lāvyuṁ jīvanamāṁ tāruṁ bhāgya kēṭaluṁ, jīvanamāṁ ālasamāṁ tēṁ kēṭaluṁ khōyuṁ

kīdhā yatnō tō jīvanamāṁ mēlavavā, adhavaccē adhūruṁ kēṭaluṁ chōḍayuṁ

kāraṇa vinā, kē lōbha lālacanā pūramāṁ, anyanuṁ nukasāna kēṭaluṁ karyuṁ

krōdha jāgyō jīvanamāṁ kēṭalō, kē ādatanuṁ aṁga ē tō banī gayuṁ

badalyā rastā jīvanamāṁ tō kēṭalā, akāraṇa kē samajīnē āma karyuṁ

banī nā śakyō sthira tuṁ jīvanamāṁ, mana tō jyāṁ nā sthira rahyuṁ

karavuṁ hatuṁ jīvanamāṁ jē vahēluṁ, mōḍuṁnē mōḍuṁ jīvanamāṁ ē thātuṁ gayuṁ

gaṇavuṁ ālasa ēnē kē samajaṇamāṁ, jaladī nā tō ē samajāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 3733 by Satguru Devendra Ghia - Kaka
First...373037313732...Last