1992-03-09
1992-03-09
1992-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15721
છે એક પરમશક્તિ વ્યાપ્ત તો વિશ્વમાં, બધું એ તો કરતું ને કરતું જાય

જો તને આ સમજાઈ જાય, તો જગમાં, તને બધું સમજાઈ જાય
ચલાવે વિશ્વને એ એના નિયમથી, નિયમ બહાર જે જાય, પસ્તાવાની પાળી ઊભી થાય
દેખાય ના ક્યાંય ભલે એ વિશ્વમાં, કાર્ય એના તો દૃષ્ટિમાં દેખાય
નજરમાં છે એ તો સદાયે, રાખે ના નજર બહાર, રાખે વિશ્વ પર નજર સદાય
દ્વંદ્વે દ્વંદમાં વસ્યો છે એવો, એને સમજવામાં મતિ મુંઝાય જાય
સારાને નરસામાં રહ્યો છે એવો છુપાઈ, પાડવો એને છૂટો, મુશ્કેલ બની જાય
કાર્યને કાર્ય કહેવાય ને લાગે જુદો, ના જલદી એને સમજાવી શકાય
નથી વ્યાપ્ત એ નકારમાં, છે વ્યાપ્ત એ હકારમાં, આમાં એ તો આવી જાય
દેતો ને લેતો રહે એ સદાય, હાથ ના તોયે એના ક્યાંય તો દેખાય
નથી એની પાસે અંધકાર, નથી એની પાસે પ્રકાશ, સ્વયં પ્રકાશ ગણાય
નથી એના વિના કોઈ શક્તિ બીજી, બધી શક્તિઓ એમાંથી સર્જાતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē ēka paramaśakti vyāpta tō viśvamāṁ, badhuṁ ē tō karatuṁ nē karatuṁ jāya
jō tanē ā samajāī jāya, tō jagamāṁ, tanē badhuṁ samajāī jāya
calāvē viśvanē ē ēnā niyamathī, niyama bahāra jē jāya, pastāvānī pālī ūbhī thāya
dēkhāya nā kyāṁya bhalē ē viśvamāṁ, kārya ēnā tō dr̥ṣṭimāṁ dēkhāya
najaramāṁ chē ē tō sadāyē, rākhē nā najara bahāra, rākhē viśva para najara sadāya
dvaṁdvē dvaṁdamāṁ vasyō chē ēvō, ēnē samajavāmāṁ mati muṁjhāya jāya
sārānē narasāmāṁ rahyō chē ēvō chupāī, pāḍavō ēnē chūṭō, muśkēla banī jāya
kāryanē kārya kahēvāya nē lāgē judō, nā jaladī ēnē samajāvī śakāya
nathī vyāpta ē nakāramāṁ, chē vyāpta ē hakāramāṁ, āmāṁ ē tō āvī jāya
dētō nē lētō rahē ē sadāya, hātha nā tōyē ēnā kyāṁya tō dēkhāya
nathī ēnī pāsē aṁdhakāra, nathī ēnī pāsē prakāśa, svayaṁ prakāśa gaṇāya
nathī ēnā vinā kōī śakti bījī, badhī śaktiō ēmāṁthī sarjātī jāya
|