Hymn No. 3873 | Date: 09-May-1992
કેમ પ્રભુ, તને તો આજ મેં કહી દીધું (2)
kēma prabhu, tanē tō āja mēṁ kahī dīdhuṁ (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-05-09
1992-05-09
1992-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15860
કેમ પ્રભુ, તને તો આજ મેં કહી દીધું (2)
કેમ પ્રભુ, તને તો આજ મેં કહી દીધું (2)
હૈયું મારું ખાલી જરૂર થઈ ગયું, સહનશીલતાનું એકરારનામું ખુલ્લું કરી દીધું
હતું હૈયાંમાં મારા, જ્યાં એ છૂપું, મારી ચિંતાનું કારણ તો એ હતું
થઈ ગયું ખુલ્લું જ્યાં તારી પાસે રે પ્રભુ, તારી ચિંતાનું કારણ એ બન્યું
રાખવું હતું છૂપું જેને રે હૈયાંમાં રે પ્રભુ, આજ તારી પાસે ખુલ્લું એ થઈ ગયું
કરી રહ્યું હતું ઉત્પાત મુજમાં ઘણું કરી ખાલી, તારા ઉત્પાતનું કારણ બની ગયું
સહનશીલતાની મારી પારાશીશી ખૂટી, કેમ આજ તને મેં એ કહી દીધું
રાત દિનની હતી રખવાળી તારી, કેમ અને ક્યારે મુજમાં એ પ્રવેશી ગયું
ગણ્યા તને મેં શું મારા કે જીવનમાં, મારાથી સહન ના થયું
ફરિયાદ નથી એ મારી તને, ગણતો ના ફરિયાદ એને મારી તો પ્રભુ
કરતા કરતા વાત તને મારી રે પ્રભુ, હૈયું મારું ખાલી થઈ ગયું એ થઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kēma prabhu, tanē tō āja mēṁ kahī dīdhuṁ (2)
haiyuṁ māruṁ khālī jarūra thaī gayuṁ, sahanaśīlatānuṁ ēkarāranāmuṁ khulluṁ karī dīdhuṁ
hatuṁ haiyāṁmāṁ mārā, jyāṁ ē chūpuṁ, mārī ciṁtānuṁ kāraṇa tō ē hatuṁ
thaī gayuṁ khulluṁ jyāṁ tārī pāsē rē prabhu, tārī ciṁtānuṁ kāraṇa ē banyuṁ
rākhavuṁ hatuṁ chūpuṁ jēnē rē haiyāṁmāṁ rē prabhu, āja tārī pāsē khulluṁ ē thaī gayuṁ
karī rahyuṁ hatuṁ utpāta mujamāṁ ghaṇuṁ karī khālī, tārā utpātanuṁ kāraṇa banī gayuṁ
sahanaśīlatānī mārī pārāśīśī khūṭī, kēma āja tanē mēṁ ē kahī dīdhuṁ
rāta dinanī hatī rakhavālī tārī, kēma anē kyārē mujamāṁ ē pravēśī gayuṁ
gaṇyā tanē mēṁ śuṁ mārā kē jīvanamāṁ, mārāthī sahana nā thayuṁ
phariyāda nathī ē mārī tanē, gaṇatō nā phariyāda ēnē mārī tō prabhu
karatā karatā vāta tanē mārī rē prabhu, haiyuṁ māruṁ khālī thaī gayuṁ ē thaī gayuṁ
|