Hymn No. 3875 | Date: 10-May-1992
સુખ અનુભવ્યું તેં મનથી, દુઃખ ભી અનુભવ્યું જીવનમાં તેં મનથી
sukha anubhavyuṁ tēṁ manathī, duḥkha bhī anubhavyuṁ jīvanamāṁ tēṁ manathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-05-10
1992-05-10
1992-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15862
સુખ અનુભવ્યું તેં મનથી, દુઃખ ભી અનુભવ્યું જીવનમાં તેં મનથી
સુખ અનુભવ્યું તેં મનથી, દુઃખ ભી અનુભવ્યું જીવનમાં તેં મનથી
જીવનમાં પ્રસંગોને નિમિત્ત બનાવી, મન તો એનું કારણને કારણ હતું
મન જોડાયું જ્યાં એમાં, સુખદુઃખ ત્યાં એણે તો અનુભવ્યું
રાખવું છે મનને અલિપ્ત એનાથી, અલિપ્ત પડશે તો રહેવું
મનની અલિપ્તતાને, સાધનાના હરેક શાસ્ત્રૅ તો મધ્યબિંદુ ગણ્યું
અલિપ્તતાની ને અલિપ્તતાની સાધનાએ, મન અલિપ્ત તો જાશે થાતું
મન છે કારણ, મન છે તારણ, મન તો છે જીવનમાં, બધું તો કરતું
મન તો ના થાકે, તનડું થાકે, થાક તનડાંનો તો મન જરૂર અનુભવતું
હાથમાં મન તો જેના આવ્યું કે રહ્યું, સમજો જગત તો એના હાથમાં ચાલ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukha anubhavyuṁ tēṁ manathī, duḥkha bhī anubhavyuṁ jīvanamāṁ tēṁ manathī
jīvanamāṁ prasaṁgōnē nimitta banāvī, mana tō ēnuṁ kāraṇanē kāraṇa hatuṁ
mana jōḍāyuṁ jyāṁ ēmāṁ, sukhaduḥkha tyāṁ ēṇē tō anubhavyuṁ
rākhavuṁ chē mananē alipta ēnāthī, alipta paḍaśē tō rahēvuṁ
mananī aliptatānē, sādhanānā harēka śāstraૅ tō madhyabiṁdu gaṇyuṁ
aliptatānī nē aliptatānī sādhanāē, mana alipta tō jāśē thātuṁ
mana chē kāraṇa, mana chē tāraṇa, mana tō chē jīvanamāṁ, badhuṁ tō karatuṁ
mana tō nā thākē, tanaḍuṁ thākē, thāka tanaḍāṁnō tō mana jarūra anubhavatuṁ
hāthamāṁ mana tō jēnā āvyuṁ kē rahyuṁ, samajō jagata tō ēnā hāthamāṁ cālyuṁ
|