Hymn No. 4083 | Date: 03-Aug-1992
તમે આવજો આજ, તમે આવજો આજ, કરશો ના વાર, હવે તો જરી
tamē āvajō āja, tamē āvajō āja, karaśō nā vāra, havē tō jarī
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1992-08-03
1992-08-03
1992-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16070
તમે આવજો આજ, તમે આવજો આજ, કરશો ના વાર, હવે તો જરી
તમે આવજો આજ, તમે આવજો આજ, કરશો ના વાર, હવે તો જરી
જાણીએ છીએ અમે ને જાણે છે તું, દિન રાત અમારી, રહી છે કેવી વીતી
ભીડ અગવડમાં, રહ્યા છો સાચવતા, જીવનમાં પ્રભુ અમને તો હરઘડી
દયાળુ તમે તો આવજો આજ, અમારા પર તો, પરમ કૃપા હવે તો કરી
ઘેરાયા છીએ દુઃખ દર્દથી તો જીવનમાં, બહાર કાઢજો એમાંથી અમને વળી
રોકી રહ્યાં છે રસ્તા અંદરના ને બહારના, ખોલજો રસ્તા અમારા હવે તો હરી
ગણ્યા નથી જુદા અમે તમને તો, ગણશો ના જુદા અમને તો કદી
તમારા છીએ ને તમારા રહેવાના, વીસરવા ના દેજો અમને આ તો હરી
ચાલે ના ગાડી અમારી તો તમારા વિના, ચલાવતા રહેજો ગાડી અમારી
કહેવું હવે વધુ શું, જાણો તમે બધું, રહી ગયું હોય, લેજો એ પણ સમજી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tamē āvajō āja, tamē āvajō āja, karaśō nā vāra, havē tō jarī
jāṇīē chīē amē nē jāṇē chē tuṁ, dina rāta amārī, rahī chē kēvī vītī
bhīḍa agavaḍamāṁ, rahyā chō sācavatā, jīvanamāṁ prabhu amanē tō haraghaḍī
dayālu tamē tō āvajō āja, amārā para tō, parama kr̥pā havē tō karī
ghērāyā chīē duḥkha dardathī tō jīvanamāṁ, bahāra kāḍhajō ēmāṁthī amanē valī
rōkī rahyāṁ chē rastā aṁdaranā nē bahāranā, khōlajō rastā amārā havē tō harī
gaṇyā nathī judā amē tamanē tō, gaṇaśō nā judā amanē tō kadī
tamārā chīē nē tamārā rahēvānā, vīsaravā nā dējō amanē ā tō harī
cālē nā gāḍī amārī tō tamārā vinā, calāvatā rahējō gāḍī amārī
kahēvuṁ havē vadhu śuṁ, jāṇō tamē badhuṁ, rahī gayuṁ hōya, lējō ē paṇa samajī
|