1992-08-08
1992-08-08
1992-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16083
રહ્યા છે જે સાથેને સાથે પ્રભુ, રહ્યા કેમ તુજથી તો દૂરને દૂર

છે અને રહે છે જે પાસેને પાસે, શોધવા એને કેમ તારે જવું પડયું
જોતા રહે હર સ્થળે ને હર પળે તો તને, લાવી ના શક્યો નજરમાં કેમ એને તું
છે દયાળુ ને દયા વરસાવનારા સદા એ જગમાં, ઝીલી ના શક્યો દયા એની કેમ તું
કરતા રહે યાદ જગમાં સહુને એ તો સદા સર્વદા, કરી ના શક્યો યાદ એને કેમ તું
બનતા રહ્યા છે ને છે જ્યાં એ તો સહુના, બનાવી ના શક્યો એને તારા કેમ તું
રાખી વિશ્વાસ રહ્યાં મોકલતા તને તો એ જગમાં, રાખી ના શક્યો વિશ્વાસ એનામાં કેમ તું
છે સદા સુખના ભંડાર એ તો, બની ના શક્યો સુખી, જીવનમાં તો, કેમ તું
નથી કાંઈ તારાથી એ તો જુદા, રહે ના એ તો જુદા, અનુભવે છે જુદાઈ શાને તો તું
ભાવથી રહે સદા એ તો ભીંજાતા, ભરી નથી શક્તો ભાવ હૈયે એવા તો કેમ તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā chē jē sāthēnē sāthē prabhu, rahyā kēma tujathī tō dūranē dūra
chē anē rahē chē jē pāsēnē pāsē, śōdhavā ēnē kēma tārē javuṁ paḍayuṁ
jōtā rahē hara sthalē nē hara palē tō tanē, lāvī nā śakyō najaramāṁ kēma ēnē tuṁ
chē dayālu nē dayā varasāvanārā sadā ē jagamāṁ, jhīlī nā śakyō dayā ēnī kēma tuṁ
karatā rahē yāda jagamāṁ sahunē ē tō sadā sarvadā, karī nā śakyō yāda ēnē kēma tuṁ
banatā rahyā chē nē chē jyāṁ ē tō sahunā, banāvī nā śakyō ēnē tārā kēma tuṁ
rākhī viśvāsa rahyāṁ mōkalatā tanē tō ē jagamāṁ, rākhī nā śakyō viśvāsa ēnāmāṁ kēma tuṁ
chē sadā sukhanā bhaṁḍāra ē tō, banī nā śakyō sukhī, jīvanamāṁ tō, kēma tuṁ
nathī kāṁī tārāthī ē tō judā, rahē nā ē tō judā, anubhavē chē judāī śānē tō tuṁ
bhāvathī rahē sadā ē tō bhīṁjātā, bharī nathī śaktō bhāva haiyē ēvā tō kēma tuṁ
|