1992-08-13
1992-08-13
1992-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16095
રાહે રાહે રે, રાહે રાહે રે, બસ અમે તો જીવનમાં, ચાલતાને ચાલતા રહ્યાં

જાણ્યું ના એ તો, જાય છે રે ક્યાં, પૂછયું ના એ તો પહોંચાડે છે ક્યાં - બસ..
હતા રસ્તા તો નવા, હતું બધું તો નવું નવું જોવામાં, અણસાર જૂના ના ભુલાયા - બસ...
જોયું ના કે જાણ્યું ના, છે કોણ તો સાથે, સાથેને સાથે, કોણ તો રહેવાના - બસ...
જોયું ના કે તપાસ્યું ના, છે શું તો પાસે, ખૂટશે કે મળશે શું, કેમ અને ક્યાં - બસ...
પહોંચતા લાગશે સમય તો કેટલો, છે પાસે તો કેટલો, વિતાવવો કેમ અને ક્યાં - બસ..
જાણ્યું ના મળશે કોણ, કેમ અને ક્યારે, હશે બધા એ તો, અજાણ્યાને અજાણ્યા - બસ...
બંધાશેને તૂટશે સબંધો તો રાહમાં, ના છેવટ સુધી, સાથે તો કોઈ આવવાના - બસ...
મળ્યું તનડું, મળ્યું મન ને બુદ્ધિ, અમે સારા વિચારો ને ભાવમાં તો રહેવાના - બસ...
રાહે રાહે, રાહે રાહે રે, ચાલીને જીવનમાં, મુક્તિના દ્વારે, અમે તો પહોંચવાના - બસ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāhē rāhē rē, rāhē rāhē rē, basa amē tō jīvanamāṁ, cālatānē cālatā rahyāṁ
jāṇyuṁ nā ē tō, jāya chē rē kyāṁ, pūchayuṁ nā ē tō pahōṁcāḍē chē kyāṁ - basa..
hatā rastā tō navā, hatuṁ badhuṁ tō navuṁ navuṁ jōvāmāṁ, aṇasāra jūnā nā bhulāyā - basa...
jōyuṁ nā kē jāṇyuṁ nā, chē kōṇa tō sāthē, sāthēnē sāthē, kōṇa tō rahēvānā - basa...
jōyuṁ nā kē tapāsyuṁ nā, chē śuṁ tō pāsē, khūṭaśē kē malaśē śuṁ, kēma anē kyāṁ - basa...
pahōṁcatā lāgaśē samaya tō kēṭalō, chē pāsē tō kēṭalō, vitāvavō kēma anē kyāṁ - basa..
jāṇyuṁ nā malaśē kōṇa, kēma anē kyārē, haśē badhā ē tō, ajāṇyānē ajāṇyā - basa...
baṁdhāśēnē tūṭaśē sabaṁdhō tō rāhamāṁ, nā chēvaṭa sudhī, sāthē tō kōī āvavānā - basa...
malyuṁ tanaḍuṁ, malyuṁ mana nē buddhi, amē sārā vicārō nē bhāvamāṁ tō rahēvānā - basa...
rāhē rāhē, rāhē rāhē rē, cālīnē jīvanamāṁ, muktinā dvārē, amē tō pahōṁcavānā - basa...
|