Hymn No. 4159 | Date: 31-Aug-1992
મોતી મનડાંના તો જ્યાં વિખરાઈ જાશે, કરવા ભેગા તો એને, દમ નીકળી જાશે
mōtī manaḍāṁnā tō jyāṁ vikharāī jāśē, karavā bhēgā tō ēnē, dama nīkalī jāśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-08-31
1992-08-31
1992-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16146
મોતી મનડાંના તો જ્યાં વિખરાઈ જાશે, કરવા ભેગા તો એને, દમ નીકળી જાશે
મોતી મનડાંના તો જ્યાં વિખરાઈ જાશે, કરવા ભેગા તો એને, દમ નીકળી જાશે
કર્યા હશે ખંતથી એને તો ભેગાં, વિખરાતાં વાર ના એને તો લાગશે
હશે પરોવ્યા એને જો પ્રેમ ને શ્રદ્ધાના દોરમાં, હાર બની એ તો શોભી ઊઠશે
એક એક ભેગું કરતા એને જીવન વીતતુ જાશે, વિખરાતાં વાર ના એને તો લાગશે
જાળવી જાળવી રાખ્યા હશે ભલે તો પાસે, એક ધક્કામાં જોજે ના એ ફેંકાઈ જાયે
પડશે મુસીબત તો એને જાળવવા, સમય એમાં તો ઘણો નીકળી જાશે
એના વિના તો શોભા જીવનની, અધૂરીને અધૂરી તો રહેશે
પ્રેમનાં મોતી જ્યાં થાશે ભેગા, જીવન તો એમાં લહેરાતું જાશે
વેરના જોજે મોતી ભળે ના એમાં, દાટ જીવનમાં એ તો વાળી જાશે
ચમક્તાં મોતી ઇર્ષ્યાના સંઘરતો ના, સુખ જીવનનું એ તો હરી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mōtī manaḍāṁnā tō jyāṁ vikharāī jāśē, karavā bhēgā tō ēnē, dama nīkalī jāśē
karyā haśē khaṁtathī ēnē tō bhēgāṁ, vikharātāṁ vāra nā ēnē tō lāgaśē
haśē parōvyā ēnē jō prēma nē śraddhānā dōramāṁ, hāra banī ē tō śōbhī ūṭhaśē
ēka ēka bhēguṁ karatā ēnē jīvana vītatu jāśē, vikharātāṁ vāra nā ēnē tō lāgaśē
jālavī jālavī rākhyā haśē bhalē tō pāsē, ēka dhakkāmāṁ jōjē nā ē phēṁkāī jāyē
paḍaśē musībata tō ēnē jālavavā, samaya ēmāṁ tō ghaṇō nīkalī jāśē
ēnā vinā tō śōbhā jīvananī, adhūrīnē adhūrī tō rahēśē
prēmanāṁ mōtī jyāṁ thāśē bhēgā, jīvana tō ēmāṁ lahērātuṁ jāśē
vēranā jōjē mōtī bhalē nā ēmāṁ, dāṭa jīvanamāṁ ē tō vālī jāśē
camaktāṁ mōtī irṣyānā saṁgharatō nā, sukha jīvananuṁ ē tō harī jāśē
English Explanation: |
|
When the pearls of the mind will get scattered, to gather them again will be a task.
You may have gathered them meticulously, but for them to get scattered will not take time.
If you have threaded them with the string of love and faith, then they will become a garland that will shine up.
To gather each one of them, your life will pass away, but it will not take time for them to scatter.
You may have kept them very securely and carefully, but take care that with a single blow they don’t get thrown away.
It may be difficult to maintain them, lot of time will go in doing that.
Without them, the beauty of life will remain incomplete and incomplete.
When the pearls of love will accumulate, life will flow beautifully in that.
Make sure the pearls of hatred do not mix with them, it will make life miserable.
Do not store the pearls of jealousy, it will take away happiness from your life.
|