1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16168
મનના એ ખાલી પટમાં તો બધું ને બધું તો થાય છે (2)

મનના એ ખાલી પટમાં, વિચારો તો થાય છે, ભાવો ઊભરાય છે, આકારો તો રચાય છે
આકારોના નર્તન એમાં તો થાય છે, એની નવી સૃષ્ટિ સર્જાય છે, અચરજમાં એ તો નાખી જાય છે
કદી મેળ ના એના તો મળી જાય છે, સુખ દુઃખના અનુભવ કરાવી એ તો જાય છે
ત્યાં એક અનોખી સૃષ્ટિનું સર્જન થાય છે, એના ભોગતા પણ તો બની જવાય છે
રૂદન ભી ત્યાં દેખાય છે, હાસ્યના ફુવારા ત્યાં ફેલાય છે, એમાં તાણીને તાણી એ તો જાય છે
કદી છાપ એની ઊંડી ઉપસી જાય છે, ભૂંસી ના જલદી એ તો ભૂંસાય છે
એક સૃષ્ટિ અંદર તો સમાતા, બીજી સૃષ્ટિ રચાય છે, ના ખાલી એ તો રહી જાય છે
જોનાર ને અનુભવનાર તો એક છે, પણ હસ્તી બીજાની ફરતી એમાં તો દેખાય છે
કહેનારને સાંભળનાર તો ત્યાં દેખાય છે, જોનાર એમાં, એનાથી અલગ રહી જાય છે
લેણ દેણ બધી એમાં તો થાય છે, એમાનું બધું એમાંને એમાં તો રહી જાય છે
પ્રભુની પણ આ રચાયેલ સૃષ્ટિમાં, આવીને આવી રમત આપણી સાથે રમાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananā ē khālī paṭamāṁ tō badhuṁ nē badhuṁ tō thāya chē (2)
mananā ē khālī paṭamāṁ, vicārō tō thāya chē, bhāvō ūbharāya chē, ākārō tō racāya chē
ākārōnā nartana ēmāṁ tō thāya chē, ēnī navī sr̥ṣṭi sarjāya chē, acarajamāṁ ē tō nākhī jāya chē
kadī mēla nā ēnā tō malī jāya chē, sukha duḥkhanā anubhava karāvī ē tō jāya chē
tyāṁ ēka anōkhī sr̥ṣṭinuṁ sarjana thāya chē, ēnā bhōgatā paṇa tō banī javāya chē
rūdana bhī tyāṁ dēkhāya chē, hāsyanā phuvārā tyāṁ phēlāya chē, ēmāṁ tāṇīnē tāṇī ē tō jāya chē
kadī chāpa ēnī ūṁḍī upasī jāya chē, bhūṁsī nā jaladī ē tō bhūṁsāya chē
ēka sr̥ṣṭi aṁdara tō samātā, bījī sr̥ṣṭi racāya chē, nā khālī ē tō rahī jāya chē
jōnāra nē anubhavanāra tō ēka chē, paṇa hastī bījānī pharatī ēmāṁ tō dēkhāya chē
kahēnāranē sāṁbhalanāra tō tyāṁ dēkhāya chē, jōnāra ēmāṁ, ēnāthī alaga rahī jāya chē
lēṇa dēṇa badhī ēmāṁ tō thāya chē, ēmānuṁ badhuṁ ēmāṁnē ēmāṁ tō rahī jāya chē
prabhunī paṇa ā racāyēla sr̥ṣṭimāṁ, āvīnē āvī ramata āpaṇī sāthē ramāya chē
|