1992-12-10
1992-12-10
1992-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16387
જગતમાં તો જે જે જન્મે છે, એના જન્મદાતા ને જનની તો હોય છે

જન્મ્યા વિચારો જ્યારે મનમાં, કારણ તો એનું, એની જનની તો હોય છે
જન્મે જ્યારે કવિતા કવિ હ્દયમાં, પ્રેરણા એની જન્મદાતા તો હોય છે
જન્મે હૈયાંમાં જ્યારે મૂંઝવણ, સંજોગો તો એના, જન્મદાતા તો હોય છે
જન્મે દુઃખ જ્યારે હૈયાંમાં, ઇચ્છાઓ તો, જન્મદાતા એની તો હોય છે
જન્મે જ્યારે ભાગ્ય તો જીવનનું, કર્મ એની જન્મદાતા તો હોય છે
જન્મે જ્યારે ઇર્ષ્યા તો હૈયાંમાં, બિનઆવડત જન્મદાતા એની તો હોય છે
જન્મે હૈયાંમાં જ્યારે તો કોમળતા, ભાવની જન્મદાતા એ તો હોય છે
જન્મે દિવસને રાત તો જગતમાં, કાળ તો જન્મદાતા એની તો હોય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagatamāṁ tō jē jē janmē chē, ēnā janmadātā nē jananī tō hōya chē
janmyā vicārō jyārē manamāṁ, kāraṇa tō ēnuṁ, ēnī jananī tō hōya chē
janmē jyārē kavitā kavi hdayamāṁ, prēraṇā ēnī janmadātā tō hōya chē
janmē haiyāṁmāṁ jyārē mūṁjhavaṇa, saṁjōgō tō ēnā, janmadātā tō hōya chē
janmē duḥkha jyārē haiyāṁmāṁ, icchāō tō, janmadātā ēnī tō hōya chē
janmē jyārē bhāgya tō jīvananuṁ, karma ēnī janmadātā tō hōya chē
janmē jyārē irṣyā tō haiyāṁmāṁ, binaāvaḍata janmadātā ēnī tō hōya chē
janmē haiyāṁmāṁ jyārē tō kōmalatā, bhāvanī janmadātā ē tō hōya chē
janmē divasanē rāta tō jagatamāṁ, kāla tō janmadātā ēnī tō hōya chē
|