1997-06-26
1997-06-26
1997-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16829
દુઃખ તો હસ્તી મિટાવી દે છે, સુખ તો હસ્તી ભુલાવી દે છે
દુઃખ તો હસ્તી મિટાવી દે છે, સુખ તો હસ્તી ભુલાવી દે છે
નીકળ્યો છે જ્યાં તું કોણ છે એ શોધવા, બંને એ તો ભુલાવી દે છે
હર ઉપાયે તો સુખ ચાહતું દિલ, દુઃખની નજદીક તો પહોંચે છે
સુખના કિનારે આવેલી નાવડી, પાછી દૂરને દૂર તો એ પહોંચે છે
ક્ષણિક સુખની લહેરી, જીવનમાં તો એ, દુઃખને તો ભુલાવી દે છે
રમત રમી રહ્યાં છે બંને તો જીવન સાથે, જીવન એમાં વહેતું રહે છે
ક્ષણમાં સુખની ભરતી, ક્ષણમાં દુઃખની ભરતી, દિલ અનુભવતું રહે છે
જીવનના જોગીઓ એમાં તો, સમતુલા તો નીત્ય જાળવી શકે છે
ગુમાવે જે સમતુલા એમાં, એનું તો જીવન, એક કરૂણ કહાની રહે છે
સફળતા નિષ્ફળતા પચાવે જે જીવનમાં, જીવનમાં સુખદુઃખ પચાવી શકે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha tō hastī miṭāvī dē chē, sukha tō hastī bhulāvī dē chē
nīkalyō chē jyāṁ tuṁ kōṇa chē ē śōdhavā, baṁnē ē tō bhulāvī dē chē
hara upāyē tō sukha cāhatuṁ dila, duḥkhanī najadīka tō pahōṁcē chē
sukhanā kinārē āvēlī nāvaḍī, pāchī dūranē dūra tō ē pahōṁcē chē
kṣaṇika sukhanī lahērī, jīvanamāṁ tō ē, duḥkhanē tō bhulāvī dē chē
ramata ramī rahyāṁ chē baṁnē tō jīvana sāthē, jīvana ēmāṁ vahētuṁ rahē chē
kṣaṇamāṁ sukhanī bharatī, kṣaṇamāṁ duḥkhanī bharatī, dila anubhavatuṁ rahē chē
jīvananā jōgīō ēmāṁ tō, samatulā tō nītya jālavī śakē chē
gumāvē jē samatulā ēmāṁ, ēnuṁ tō jīvana, ēka karūṇa kahānī rahē chē
saphalatā niṣphalatā pacāvē jē jīvanamāṁ, jīvanamāṁ sukhaduḥkha pacāvī śakē chē
|