Hymn No. 8020 | Date: 18-May-1999
મહોબતના પ્યાલા પીધા ઘણા જીવનમાં, પ્રભુ તારી મહોબતે મને મહાન કરી દીધો
mahōbatanā pyālā pīdhā ghaṇā jīvanamāṁ, prabhu tārī mahōbatē manē mahāna karī dīdhō
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1999-05-18
1999-05-18
1999-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17007
મહોબતના પ્યાલા પીધા ઘણા જીવનમાં, પ્રભુ તારી મહોબતે મને મહાન કરી દીધો
મહોબતના પ્યાલા પીધા ઘણા જીવનમાં, પ્રભુ તારી મહોબતે મને મહાન કરી દીધો
તોફાનોની આંધીએ ઘેરી લીધા રસ્તા મારા, પ્રભુ તારી બુદ્ધિએ રસ્તો કાઢી દીધો
ચિંતાથી ભર્યું છે હૈયું મારું, લઈને ચિંતાઓ મારી, ચિંતાઓમાંથી મને મુક્ત કરી દીધો
ગૂંચવી કર્મોમાં એવો, યાદ તારી ભૂલી ગયો પ્રભુ, હૈયામાંથી ના તે મને ભુલાવી દીધો
દુર્ભાગ્યની ચાલી રફતાર જીવનમાં, તારી કૃપાએ પ્રભુ સિતારો ભાગ્યનો ચમકાવી દીધો
દુર્ગુણોનો ભંડાર ભરી હૈયામાં જીવ્યો જીવન, તારી કૃપાએ તોય નવરાવી દીધો
તૂટતા ગયા કંઈક વાર આશાના તાંતણા જીવનમાં, તારી યાદે તો મને જિવાડી દીધો
દુઃખ ને દુઃખ ભર્યાં મારા હૈયામાં, તારી યાદે તો, સુખનો લિસોટો તો પાથરી દીધો
યાદે યાદે તારી પ્રેમ જગાડી દીધો, તારા પ્રેમમાં તો મને એવો ડુબાડી દીધો
દુઃખદર્દને નથી અમરપટ્ટો તો જીવનમાં, તારી યાદે અમરપટ્ટો લખાવી દીધો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mahōbatanā pyālā pīdhā ghaṇā jīvanamāṁ, prabhu tārī mahōbatē manē mahāna karī dīdhō
tōphānōnī āṁdhīē ghērī līdhā rastā mārā, prabhu tārī buddhiē rastō kāḍhī dīdhō
ciṁtāthī bharyuṁ chē haiyuṁ māruṁ, laīnē ciṁtāō mārī, ciṁtāōmāṁthī manē mukta karī dīdhō
gūṁcavī karmōmāṁ ēvō, yāda tārī bhūlī gayō prabhu, haiyāmāṁthī nā tē manē bhulāvī dīdhō
durbhāgyanī cālī raphatāra jīvanamāṁ, tārī kr̥pāē prabhu sitārō bhāgyanō camakāvī dīdhō
durguṇōnō bhaṁḍāra bharī haiyāmāṁ jīvyō jīvana, tārī kr̥pāē tōya navarāvī dīdhō
tūṭatā gayā kaṁīka vāra āśānā tāṁtaṇā jīvanamāṁ, tārī yādē tō manē jivāḍī dīdhō
duḥkha nē duḥkha bharyāṁ mārā haiyāmāṁ, tārī yādē tō, sukhanō lisōṭō tō pātharī dīdhō
yādē yādē tārī prēma jagāḍī dīdhō, tārā prēmamāṁ tō manē ēvō ḍubāḍī dīdhō
duḥkhadardanē nathī amarapaṭṭō tō jīvanamāṁ, tārī yādē amarapaṭṭō lakhāvī dīdhō
|