1999-05-28
1999-05-28
1999-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17016
ઘૂઘવતા મારા મનના મહેરામણમાં, મને શાંતિનું મોતી કેમ ના મળ્યું

મારા મનના તોફાનમાં, મારા જીવનનું, મારું લક્ષ્યબિંદુ ક્યાંય ખોવાઈ ગયું
ગમાઅણગમામાં, જીવનમાં ખૂબ રાચી, જીવનને છિન્નભિન્ન તો કરી નાખ્યું
આશાનિરાશાઓનાં હૈયામાં ઊછળતાં મોજાંઓમાં, સુકાન જાળવવું મુશ્કેલ બન્યું
કૂડકપટની ખેલી ખૂબ લીલા જીવનમાં, સરવાળે અશાંતિનું પીણું પીધું
સમજણ, ગેરસમજણમાં કર્યાં વર્તન એવાં, પસ્તાવાનાં આંસુ હૈયું વહાવી રહ્યું
અન્યના દુઃખમાં દ્રવ્યું ના જ્યાં હૈયું, હૈયું અંતરતાપમાં તે ત્યાં જલી રહ્યું
ખોટું લગાડતાં લાગી ના વાર હૈયાને, એ જ હૈયું, અન્યને તો ખોટું લગાડતું રહ્યું
વિસારીને વ્યાપકતા તો પ્રભુની, સંકુચિતતાના પીંજરામાં પ્રભુને પૂરી રહ્યું
આવા અશાંત મનને, ધીરજનું બિંદુ ના મળ્યું, શાંતિનું મોતી ખોવાઈ ગયું
https://www.youtube.com/watch?v=5gh6B1pAaO8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઘૂઘવતા મારા મનના મહેરામણમાં, મને શાંતિનું મોતી કેમ ના મળ્યું
મારા મનના તોફાનમાં, મારા જીવનનું, મારું લક્ષ્યબિંદુ ક્યાંય ખોવાઈ ગયું
ગમાઅણગમામાં, જીવનમાં ખૂબ રાચી, જીવનને છિન્નભિન્ન તો કરી નાખ્યું
આશાનિરાશાઓનાં હૈયામાં ઊછળતાં મોજાંઓમાં, સુકાન જાળવવું મુશ્કેલ બન્યું
કૂડકપટની ખેલી ખૂબ લીલા જીવનમાં, સરવાળે અશાંતિનું પીણું પીધું
સમજણ, ગેરસમજણમાં કર્યાં વર્તન એવાં, પસ્તાવાનાં આંસુ હૈયું વહાવી રહ્યું
અન્યના દુઃખમાં દ્રવ્યું ના જ્યાં હૈયું, હૈયું અંતરતાપમાં તે ત્યાં જલી રહ્યું
ખોટું લગાડતાં લાગી ના વાર હૈયાને, એ જ હૈયું, અન્યને તો ખોટું લગાડતું રહ્યું
વિસારીને વ્યાપકતા તો પ્રભુની, સંકુચિતતાના પીંજરામાં પ્રભુને પૂરી રહ્યું
આવા અશાંત મનને, ધીરજનું બિંદુ ના મળ્યું, શાંતિનું મોતી ખોવાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghūghavatā mārā mananā mahērāmaṇamāṁ, manē śāṁtinuṁ mōtī kēma nā malyuṁ
mārā mananā tōphānamāṁ, mārā jīvananuṁ, māruṁ lakṣyabiṁdu kyāṁya khōvāī gayuṁ
gamāaṇagamāmāṁ, jīvanamāṁ khūba rācī, jīvananē chinnabhinna tō karī nākhyuṁ
āśānirāśāōnāṁ haiyāmāṁ ūchalatāṁ mōjāṁōmāṁ, sukāna jālavavuṁ muśkēla banyuṁ
kūḍakapaṭanī khēlī khūba līlā jīvanamāṁ, saravālē aśāṁtinuṁ pīṇuṁ pīdhuṁ
samajaṇa, gērasamajaṇamāṁ karyāṁ vartana ēvāṁ, pastāvānāṁ āṁsu haiyuṁ vahāvī rahyuṁ
anyanā duḥkhamāṁ dravyuṁ nā jyāṁ haiyuṁ, haiyuṁ aṁtaratāpamāṁ tē tyāṁ jalī rahyuṁ
khōṭuṁ lagāḍatāṁ lāgī nā vāra haiyānē, ē ja haiyuṁ, anyanē tō khōṭuṁ lagāḍatuṁ rahyuṁ
visārīnē vyāpakatā tō prabhunī, saṁkucitatānā pīṁjarāmāṁ prabhunē pūrī rahyuṁ
āvā aśāṁta mananē, dhīrajanuṁ biṁdu nā malyuṁ, śāṁtinuṁ mōtī khōvāī gayuṁ
|