Hymn No. 8063 | Date: 14-Jun-1999
મન ઊંડી દ્વિધાઓમાં ડૂબેલું હતું, સમજાતું ના હતું, શું કરું શું ના કરું
mana ūṁḍī dvidhāōmāṁ ḍūbēluṁ hatuṁ, samajātuṁ nā hatuṁ, śuṁ karuṁ śuṁ nā karuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-06-14
1999-06-14
1999-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17050
મન ઊંડી દ્વિધાઓમાં ડૂબેલું હતું, સમજાતું ના હતું, શું કરું શું ના કરું
મન ઊંડી દ્વિધાઓમાં ડૂબેલું હતું, સમજાતું ના હતું, શું કરું શું ના કરું
ઘડીમાં લાગે જે સાચું, ઘડીમાં લાગે ખોટું, નિર્ણય એમાં કેમ કરીને તો કરું
પ્રેમવિહોણું તો હૈયું ના હતું, પ્રેમથી તરબોળ તોય એને ક્યાંથી કરું
મન વિનાનું તો જીવન ના હતું, પણ જીવનમાં તોય મન તો ના હતું
ઊઠે ઘણા ઘણા વિચારો તો જીવનમાં, અમલ એનો તો કેમ કરીને કરું
જીવન તો ભૂલોનો તો સાગર હતું, કઈ એમાંથી તો ભૂલું કઈ ને યાદ કરું
જિગર તો એમાં રહ્યું રડતું ને રડતું, જીવનમાં હાસ્ય એમાં વેરી બન્યું
પ્રેમની શિકાયત તો ના હતી જીવનમાં, જિગર પ્રેમમાં ભીનું ના બન્યું
મૂંઝાયેલું મન તો ધીરે ધીરે પ્રભુમાં વાળું, દ્વાર મનના એમાં ખોલતું ગયું
સુખ કાજે જગમાં ભટકતું મન, ધીરે ઘીરે, પ્રભુચરણમાં સ્થિર થયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana ūṁḍī dvidhāōmāṁ ḍūbēluṁ hatuṁ, samajātuṁ nā hatuṁ, śuṁ karuṁ śuṁ nā karuṁ
ghaḍīmāṁ lāgē jē sācuṁ, ghaḍīmāṁ lāgē khōṭuṁ, nirṇaya ēmāṁ kēma karīnē tō karuṁ
prēmavihōṇuṁ tō haiyuṁ nā hatuṁ, prēmathī tarabōla tōya ēnē kyāṁthī karuṁ
mana vinānuṁ tō jīvana nā hatuṁ, paṇa jīvanamāṁ tōya mana tō nā hatuṁ
ūṭhē ghaṇā ghaṇā vicārō tō jīvanamāṁ, amala ēnō tō kēma karīnē karuṁ
jīvana tō bhūlōnō tō sāgara hatuṁ, kaī ēmāṁthī tō bhūluṁ kaī nē yāda karuṁ
jigara tō ēmāṁ rahyuṁ raḍatuṁ nē raḍatuṁ, jīvanamāṁ hāsya ēmāṁ vērī banyuṁ
prēmanī śikāyata tō nā hatī jīvanamāṁ, jigara prēmamāṁ bhīnuṁ nā banyuṁ
mūṁjhāyēluṁ mana tō dhīrē dhīrē prabhumāṁ vāluṁ, dvāra mananā ēmāṁ khōlatuṁ gayuṁ
sukha kājē jagamāṁ bhaṭakatuṁ mana, dhīrē ghīrē, prabhucaraṇamāṁ sthira thayuṁ
|