Hymn No. 8068 | Date: 18-Jun-1999
જીવવું છે જીવન જગમાં તારે, પ્રેમની પહેચાન કરી લે, મહોબતની મીઠાશ માણી લે
jīvavuṁ chē jīvana jagamāṁ tārē, prēmanī pahēcāna karī lē, mahōbatanī mīṭhāśa māṇī lē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1999-06-18
1999-06-18
1999-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17055
જીવવું છે જીવન જગમાં તારે, પ્રેમની પહેચાન કરી લે, મહોબતની મીઠાશ માણી લે
જીવવું છે જીવન જગમાં તારે, પ્રેમની પહેચાન કરી લે, મહોબતની મીઠાશ માણી લે
દુનિયા તો છે ભાવોની, હરેક ભાવમાં તો છે છુપાયેલ ભાવ તો કોઈ ને કોઈના
મળી જાય નયનો ને દિલને ભાવના સહારા, નવું જીવન એમાં સર્જાઈ જવાના
દીધું તનબદન કર્મોએ તને જગમાં, દેશે પ્રેમ તને તો જીવનો તો જગમાં
સુખદુઃખ તો છે બે નાવ તો સંસારની, કઈ નાવમાં બેસી કરવો છે સંસાર પાર, વિચારી લે
પેલે પાર વસ્યા છે નાથ તારા, કર્મોનાં હલેસાં છે હાથમાં, મારજે હલેસાં તું સમજીને
ઊઠશે હૈયામાં ભાવોનાં વમળો, મનમાં વિચારોનાં તોફાનો શ્રદ્ધાના સાથમાં સહન કરી લે
શંકાકુશંકાઓને હૈયામાંથી તો હડસેલીને, જીવનમાં તો મહોબતની રાહ તો પકડી લે
છે જીવન તો મહોબતના જામથી ભરેલું, મહોબતને તો જીવનનું તો અંગ બનાવી લે
પ્રભુનું હૈયું તો છે મહોબતથી ભરેલું, હૈયેથી પ્રભુને તો તું મહોબત કરી લે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvavuṁ chē jīvana jagamāṁ tārē, prēmanī pahēcāna karī lē, mahōbatanī mīṭhāśa māṇī lē
duniyā tō chē bhāvōnī, harēka bhāvamāṁ tō chē chupāyēla bhāva tō kōī nē kōīnā
malī jāya nayanō nē dilanē bhāvanā sahārā, navuṁ jīvana ēmāṁ sarjāī javānā
dīdhuṁ tanabadana karmōē tanē jagamāṁ, dēśē prēma tanē tō jīvanō tō jagamāṁ
sukhaduḥkha tō chē bē nāva tō saṁsāranī, kaī nāvamāṁ bēsī karavō chē saṁsāra pāra, vicārī lē
pēlē pāra vasyā chē nātha tārā, karmōnāṁ halēsāṁ chē hāthamāṁ, mārajē halēsāṁ tuṁ samajīnē
ūṭhaśē haiyāmāṁ bhāvōnāṁ vamalō, manamāṁ vicārōnāṁ tōphānō śraddhānā sāthamāṁ sahana karī lē
śaṁkākuśaṁkāōnē haiyāmāṁthī tō haḍasēlīnē, jīvanamāṁ tō mahōbatanī rāha tō pakaḍī lē
chē jīvana tō mahōbatanā jāmathī bharēluṁ, mahōbatanē tō jīvananuṁ tō aṁga banāvī lē
prabhunuṁ haiyuṁ tō chē mahōbatathī bharēluṁ, haiyēthī prabhunē tō tuṁ mahōbata karī lē
|