|
View Original |
|
કેદ બનીને તો રહી હતી પડી વ્યથા તો દિલમાં
મળતાં દોર છૂટો, બની અશ્રુની ધારા, નયનોથી એ વહી ગયો
બની એકલવાયું રહ્યું હતું સહી દિલથી એ વ્યથા
મળતાં સાથ નયનોનો, બોજ હળવો એનો એમાં થઈ ગયો
બોજ થાતાં હળવો, હૈયેથી હૈયું, હળવુંફૂલ બની ગયો
હૈયામાં હામ વધી એમાં નયનોનો સહકાર જ્યાં મળી ગયો
વ્યથાએ વ્યથાએ વ્યાકુળ બની જાતું હતું જે દિલ
હળવું થાતાં, હળવાશથી હૈયું વ્યથા ઝીલી શક્યો
વ્યથાએ વ્યથાએ જીવનમાં, બનાવી દીધા જીવનમાં ઢીલા
દુઃખદર્દનાં તો નામ, જીવનમાં તો દીધાં ભલે જુદાં જુદાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)