1999-06-27
1999-06-27
1999-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17073
મહેનતે મેળવેલો અધિકાર જીવનમાં, નાદાનિયતમાં શાને તું ખોઈ બેઠો

સમજ્યો ના મળ્યું શું તને જીવનમાં, શાને વ્યર્થ એને ગુમાવી બેઠો
આવેશો ને આવેશોમાં તણાઈ જીવનમાં, શાને પાણી એના ઉપર ફેરવી બેઠો
શૂન્યમાંથી કરવું હતું સર્જન તારે, શાને એકડા વિનાનું મીંડું થઈ બેઠો
હરેક રસ્તે હતા અવરોધો પૂરા, કરી પાર તો એને, મેળવવા જ્યાં તું બેઠો
ચડાવી નશો અધિકારનો તો હૈયે, શાને કલુષિત એને તો તું કરી બેઠો
થાતા ભંગ અધિકારોનો, જીવનમાં તારા, શાને હૈયામાં અગ્નિ પ્રગટાવી બેઠો
સંયમ, શાંતિ, હિંમતની કરી કેટલી મૂડી ભેગી, શાને તારા હાથે એ ખોઈ બેઠો
મેળવી મેળવી અધિકારો ઘણા જીવનમાં, શાને તારા હાથે એને ખોઈ બેઠો
વળ્યું શું હતાશ થઈ, માથે હાથ દઈ બેસી આવશે વિચાર, શું કરી બેઠો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mahēnatē mēlavēlō adhikāra jīvanamāṁ, nādāniyatamāṁ śānē tuṁ khōī bēṭhō
samajyō nā malyuṁ śuṁ tanē jīvanamāṁ, śānē vyartha ēnē gumāvī bēṭhō
āvēśō nē āvēśōmāṁ taṇāī jīvanamāṁ, śānē pāṇī ēnā upara phēravī bēṭhō
śūnyamāṁthī karavuṁ hatuṁ sarjana tārē, śānē ēkaḍā vinānuṁ mīṁḍuṁ thaī bēṭhō
harēka rastē hatā avarōdhō pūrā, karī pāra tō ēnē, mēlavavā jyāṁ tuṁ bēṭhō
caḍāvī naśō adhikāranō tō haiyē, śānē kaluṣita ēnē tō tuṁ karī bēṭhō
thātā bhaṁga adhikārōnō, jīvanamāṁ tārā, śānē haiyāmāṁ agni pragaṭāvī bēṭhō
saṁyama, śāṁti, hiṁmatanī karī kēṭalī mūḍī bhēgī, śānē tārā hāthē ē khōī bēṭhō
mēlavī mēlavī adhikārō ghaṇā jīvanamāṁ, śānē tārā hāthē ēnē khōī bēṭhō
valyuṁ śuṁ hatāśa thaī, māthē hātha daī bēsī āvaśē vicāra, śuṁ karī bēṭhō
|