1999-06-27
1999-06-27
1999-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17074
આભ ફાટયું જગમાં ભલે એ ના સંધાય, પ્રભુકૃપાએ પણ કરી જાય
આભ ફાટયું જગમાં ભલે એ ના સંધાય, પ્રભુકૃપાએ પણ કરી જાય
દુઃખે દિલ ફાટયું જ્યાં જીવનમાં, સમય ઘા એનો પણ રૂઝવી જાય
સુખના સાગરના જીવનમાં જ્યાં વહેણ બદલાય, દુઃખનો સાગર એ બની જાય
કર્મો આગળ તો માનવી લાચાર બની જાય, શ્રદ્ધા એમાંથી બહાર કાઢી જાય
જે આંખો આંસુંઓથી ના ભીંજાય, એ જ આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી જાય
કઠણ હૈયું, પીગળે ના જે જરાય, પ્રેમનાં આંસુ એને પણ પીગળાવી જાય
જે મન કરે ન વિચાર જરાય, પ્રભુકૃપા એને પણ વિચાર કરતું કરી જાય
જે આંખો એકબીજાથી કતરાતી રહે સદાય, એ જ આંખો સત્કારવા ભીની થઈ જાય
ઉપાધિઓમાંથી મળે ના જ્યાં નવરાશ, પ્રભુનામ ત્યાં દૂર ને દૂર રહી જાય
લાગે એક વસ્તુ આજે જ્યાં મીઠી, બદલાતા ભાવો એ કડવી બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ābha phāṭayuṁ jagamāṁ bhalē ē nā saṁdhāya, prabhukr̥pāē paṇa karī jāya
duḥkhē dila phāṭayuṁ jyāṁ jīvanamāṁ, samaya ghā ēnō paṇa rūjhavī jāya
sukhanā sāgaranā jīvanamāṁ jyāṁ vahēṇa badalāya, duḥkhanō sāgara ē banī jāya
karmō āgala tō mānavī lācāra banī jāya, śraddhā ēmāṁthī bahāra kāḍhī jāya
jē āṁkhō āṁsuṁōthī nā bhīṁjāya, ē ja āṁkhamāṁthī śrāvaṇa bhādaravō varasī jāya
kaṭhaṇa haiyuṁ, pīgalē nā jē jarāya, prēmanāṁ āṁsu ēnē paṇa pīgalāvī jāya
jē mana karē na vicāra jarāya, prabhukr̥pā ēnē paṇa vicāra karatuṁ karī jāya
jē āṁkhō ēkabījāthī katarātī rahē sadāya, ē ja āṁkhō satkāravā bhīnī thaī jāya
upādhiōmāṁthī malē nā jyāṁ navarāśa, prabhunāma tyāṁ dūra nē dūra rahī jāya
lāgē ēka vastu ājē jyāṁ mīṭhī, badalātā bhāvō ē kaḍavī banī jāya
|