Hymn No. 8092 | Date: 02-Jul-1999
એ મુશ્કેલ છે, એ મુશ્કેલ છે, એ મુશ્કેલ છે, જીવનમાં એ તો મુશ્કેલ છે
ē muśkēla chē, ē muśkēla chē, ē muśkēla chē, jīvanamāṁ ē tō muśkēla chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1999-07-02
1999-07-02
1999-07-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17079
એ મુશ્કેલ છે, એ મુશ્કેલ છે, એ મુશ્કેલ છે, જીવનમાં એ તો મુશ્કેલ છે
એ મુશ્કેલ છે, એ મુશ્કેલ છે, એ મુશ્કેલ છે, જીવનમાં એ તો મુશ્કેલ છે
ઉમંગથી કામ કરવું શરૂ, છે સહેલું છેવટ સુધી જાળવી રાખવો એ ઉમંગ
પ્યાર કરવો સહેલો છે જીવનમાં, છેલ્લા શ્વાસ સુધી નિભાવવો તો એને
સપનાંના રચવા મહેલો તો છે સહેલા, કરવા જીવનમાં સાકાર તો એને
મનનું ધાર્યું કરવું જીવનમાં છે સહેલું, જીવનમાં મન પાસે ધાર્યું કરાવવું
વૃત્તિઓને છૂટો દોર આપવો તો છે સહેલો, જાળવવો સંયમ તો એમાં
કરવું અપમાન અન્યનું તો છે સહેલું, માન દિલથી અન્યને તો આપવું
જગાવી તો શંકા છે સહેલી એ તો જીવનમાં, કરવી દૂર શંકાઓ અન્યના હૈયેથી
શેખી મારવી જીવનમાં તો છે સહેલી, જીવનમાં કાર્યને હેમખેમ પાર પાડવું
આબરૂ ગુમાવવી છે સહેલી જીવનમાં, જાળવવી આબરૂને જીવનમાં છે અઘરું
ભજન ગાવાં તો છે સહેલાં જીવનમાં, પામવાં દર્શન પ્રભુનાં ભક્તિથી જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē muśkēla chē, ē muśkēla chē, ē muśkēla chē, jīvanamāṁ ē tō muśkēla chē
umaṁgathī kāma karavuṁ śarū, chē sahēluṁ chēvaṭa sudhī jālavī rākhavō ē umaṁga
pyāra karavō sahēlō chē jīvanamāṁ, chēllā śvāsa sudhī nibhāvavō tō ēnē
sapanāṁnā racavā mahēlō tō chē sahēlā, karavā jīvanamāṁ sākāra tō ēnē
mananuṁ dhāryuṁ karavuṁ jīvanamāṁ chē sahēluṁ, jīvanamāṁ mana pāsē dhāryuṁ karāvavuṁ
vr̥ttiōnē chūṭō dōra āpavō tō chē sahēlō, jālavavō saṁyama tō ēmāṁ
karavuṁ apamāna anyanuṁ tō chē sahēluṁ, māna dilathī anyanē tō āpavuṁ
jagāvī tō śaṁkā chē sahēlī ē tō jīvanamāṁ, karavī dūra śaṁkāō anyanā haiyēthī
śēkhī māravī jīvanamāṁ tō chē sahēlī, jīvanamāṁ kāryanē hēmakhēma pāra pāḍavuṁ
ābarū gumāvavī chē sahēlī jīvanamāṁ, jālavavī ābarūnē jīvanamāṁ chē agharuṁ
bhajana gāvāṁ tō chē sahēlāṁ jīvanamāṁ, pāmavāṁ darśana prabhunāṁ bhaktithī jīvanamāṁ
|