1999-07-09
1999-07-09
1999-07-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17097
છે જગમાં તો તું શક્તિનું સંતાન, આ વાત દીધી હૈયેથી તેં શાને વીસરાવી

નાની નાની જરૂરિયાતો જાગે જીવનમાં શાને, મજબૂરી એમાં તો તેં સ્વીકારી
પૂરુષાર્થની રાહ જીવનમાં દઈને ત્યાગી, મજબૂરીની રાહ તો શાને તેં પકડી
તૈયાર ભાણે ખાવાની લાલચ જગાવી, મહેનતની રાહ શાને એમાં તો ફગાવી
ડગલે પગલે પડે જરૂર હિંમતની, દીધી જીવનમાં શાને એને તો ઠૂકરાવી
સાચવી હતી શ્રદ્ધાની મૂડી હૈયામાં, દીધી શાને એને તો તેં ગુમાવી
પ્રભુભક્તિનો દીપક જલાવ્યો હતો જે હૈયે, રાખ્યો ના શાને એને સાચવી
પહેરી લીધું અશક્તિનું તો શાને મ્હોરું, હૈયામાંથી તો વિશ્વાસ ગુમાવી
તારા દુઃખની દવા હતી તો તારા દિલમાં, શાને ગોતી એને ના મેળવી
વીસરી ગયો એમાં છે સંતાન તું શક્તિનું, લીધી ઉપાધિઓ જીવનમાં વ્હોરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jagamāṁ tō tuṁ śaktinuṁ saṁtāna, ā vāta dīdhī haiyēthī tēṁ śānē vīsarāvī
nānī nānī jarūriyātō jāgē jīvanamāṁ śānē, majabūrī ēmāṁ tō tēṁ svīkārī
pūruṣārthanī rāha jīvanamāṁ daīnē tyāgī, majabūrīnī rāha tō śānē tēṁ pakaḍī
taiyāra bhāṇē khāvānī lālaca jagāvī, mahēnatanī rāha śānē ēmāṁ tō phagāvī
ḍagalē pagalē paḍē jarūra hiṁmatanī, dīdhī jīvanamāṁ śānē ēnē tō ṭhūkarāvī
sācavī hatī śraddhānī mūḍī haiyāmāṁ, dīdhī śānē ēnē tō tēṁ gumāvī
prabhubhaktinō dīpaka jalāvyō hatō jē haiyē, rākhyō nā śānē ēnē sācavī
pahērī līdhuṁ aśaktinuṁ tō śānē mhōruṁ, haiyāmāṁthī tō viśvāsa gumāvī
tārā duḥkhanī davā hatī tō tārā dilamāṁ, śānē gōtī ēnē nā mēlavī
vīsarī gayō ēmāṁ chē saṁtāna tuṁ śaktinuṁ, līdhī upādhiō jīvanamāṁ vhōrī
|
|