|
View Original |
|
અનુકૂળ વાયરા વાયા નહીં તો જ્યાં જીવનમાં
જગમાં જીવનની મોસમ તો ત્યાં જામી નથી
દુઃખદર્દ રહ્યાં છે જીવનને જ્યાં દઝાડતાં ને દઝાડતાં
પ્યારતરસ્યા જીવ રહ્યા પ્યાર કાજે તલસતા ને તલસતા
સુખસંપત્તિ કાજે રહ્યાં હૈયાં જ્યાં ઝૂરતાં ને ઝૂરતાં
રહે છે ખોટા વિચારો તો જીવનમાં જ્યાં સતાવતા ને સતાવતા
ઝઘડામાં ને ઝઘડામાં રહ્યા જીવનની પળો વિતાવતા ને વિતાવતા
સંકટો ને સંકટોમાં જીવનને રહ્યા પસાર કરતા ને કરતા
મેળવવા જેવું ના મેળવી શક્યા, રહ્યા ગુમાવતા ને ગુમાવતા
પામવા જેવું રહ્યું બાજુ પર, ઢગ બીજા ગયા વધારતા ને વધારતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)