|
View Original |
|
નજરને તો શું થઈ ગયું, નજરને તો શું થઈ ગયું
માંડી, માંડી માંડી નજર, તારી સામે તો મંડાતી નથી
ભાવોમાં ગઈ આવી એવી તે કેવી રે વિકૃતિ
રચ્યાં એવાં કયાં ખોટા વિચારોનાં તો ખ્વાબો તો હૈયામાં
નીર પ્રેમનાં કેમ સુકાણાં, શક્યો ના તારાં ચરણોમાં પહોંચાડી
લોભ-લાલસાએ લીધો કબજો જીવનમાં એમાં તો હૈયાનો
ના કરવાનાં કામો કર્યાં જીવનમાં ને કરતા ને કરતા રહ્યા
વેર ને ઈર્ષ્યાએ મૂકી માઝા જીવનમાં, જીરવાઈ ના એ હૈયામાં
સહજ પ્રેમનું વલણ તો ગયું જીવનમાં એમાં તો ભુલાઈ
સુખશાંતિનું હૈયું તો જીવનમાં ગયું છે અશાંતિમાં તો ફસાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)