Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8131 | Date: 21-Jul-1999
ભલી ભલી રે ભલી, ભલી રે મને મારી મઢૂલી, સોનાના મહેલ શા કામના
Bhalī bhalī rē bhalī, bhalī rē manē mārī maḍhūlī, sōnānā mahēla śā kāmanā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8131 | Date: 21-Jul-1999

ભલી ભલી રે ભલી, ભલી રે મને મારી મઢૂલી, સોનાના મહેલ શા કામના

  No Audio

bhalī bhalī rē bhalī, bhalī rē manē mārī maḍhūlī, sōnānā mahēla śā kāmanā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-07-21 1999-07-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17118 ભલી ભલી રે ભલી, ભલી રે મને મારી મઢૂલી, સોનાના મહેલ શા કામના ભલી ભલી રે ભલી, ભલી રે મને મારી મઢૂલી, સોનાના મહેલ શા કામના

આવે છે નીંદ મીઠી મારી મઢૂલીમાં, વેઠવા નથી તો મારે, મહેલના ઉજાગરા

મારે મન તો છે રોટલો ને દહીં મારાં મિષ્ટાન્ન, શું કરવાં છે મારે મેવા-પકવાન

મીઠી લાગે મને મારી તાંદળિયાની ભાજી, મારા વ્હાલાએ વિદુરને ઘેર આરોગી

મારે મન વાત બીજી બધી નકામી, દે વાત મને જે, વ્હાલાનું નામ દે વીસરાવી

હૈયામાં પ્રભુના નામની નિત્ય શહનાઈ સંભળાય, આનંદપ્રમોદ બીજા શા કામના

સત્ય ને પ્રેમની રાહ અપનાવાય જીવનમાં, એના વિના તપ બીજાં શા કામનાં

ભાગ્યની સતામણી સતાવે જીવનને, કરી ચિંતાઓ તો એની વધારી એને શા કામની

મીઠું મુખ મારા વ્હાલાનું નાચે આંખ સામે, જોવા મુખ બીજાં જીવનમાં તો શા કામનાં

વ્હાલાના મેળાપ વિનાનાં મળે સુખ ભલે બીજાં અનેરાં જીવનમાં, એ શા કામનાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhalī bhalī rē bhalī, bhalī rē manē mārī maḍhūlī, sōnānā mahēla śā kāmanā

āvē chē nīṁda mīṭhī mārī maḍhūlīmāṁ, vēṭhavā nathī tō mārē, mahēlanā ujāgarā

mārē mana tō chē rōṭalō nē dahīṁ mārāṁ miṣṭānna, śuṁ karavāṁ chē mārē mēvā-pakavāna

mīṭhī lāgē manē mārī tāṁdaliyānī bhājī, mārā vhālāē viduranē ghēra ārōgī

mārē mana vāta bījī badhī nakāmī, dē vāta manē jē, vhālānuṁ nāma dē vīsarāvī

haiyāmāṁ prabhunā nāmanī nitya śahanāī saṁbhalāya, ānaṁdapramōda bījā śā kāmanā

satya nē prēmanī rāha apanāvāya jīvanamāṁ, ēnā vinā tapa bījāṁ śā kāmanāṁ

bhāgyanī satāmaṇī satāvē jīvananē, karī ciṁtāō tō ēnī vadhārī ēnē śā kāmanī

mīṭhuṁ mukha mārā vhālānuṁ nācē āṁkha sāmē, jōvā mukha bījāṁ jīvanamāṁ tō śā kāmanāṁ

vhālānā mēlāpa vinānāṁ malē sukha bhalē bījāṁ anērāṁ jīvanamāṁ, ē śā kāmanāṁ
Scan Image

Gujarati Bhajan no. 8131 by Satguru Devendra Ghia - Kaka
First...812881298130...Last