Hymn No. 8132 | Date: 21-Jul-1999
સૂરજ ઊગે ને સૂરજ આથમે, કિરણો ઝીલ્યાં એનાં જેટલાં, પામ્યો તું એટલાં
sūraja ūgē nē sūraja āthamē, kiraṇō jhīlyāṁ ēnāṁ jēṭalāṁ, pāmyō tuṁ ēṭalāṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1999-07-21
1999-07-21
1999-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17119
સૂરજ ઊગે ને સૂરજ આથમે, કિરણો ઝીલ્યાં એનાં જેટલાં, પામ્યો તું એટલાં
સૂરજ ઊગે ને સૂરજ આથમે, કિરણો ઝીલ્યાં એનાં જેટલાં, પામ્યો તું એટલાં
પ્રભુની શક્તિનો ધોધ વહે છે જગમાં, ઝીલ્યા એ જેટલા, પામ્યો તું એટલા
વરસે પ્રભુકૃપાનો વરસાદ નિરંતર, ન્હાયો એમાં જેટલો, ભીંજાયો એમાં તું એટલો
દયા ના જુએ જાત કે પાત જીવનમાં, સ્પર્શ્યાં સ્પંદનો જેટલાં, મળ્યા ધોધ દયાના એટલા
જુએ ના દુઃખદર્દ જાત કે પાત જીવનમાં, જોડાયું મન એમાં જેટલું દુઃખી થયા એટલા
વહે ભાવના પ્રવાહ હૈયેથી સદા, ભીંજાવ્યા અન્યને એમાં જેટલા, બન્યા યથાર્થ એટલા
ઇચ્છાઓના પ્રવાહ રહ્યા હૈયેથી સદા વહેતા, રાખ્યા કાબૂમાં જેટલા, લાગ્યા કામ એટલા
વૃત્તિઓના પ્રવાહ રહ્યા હૈયામાં વહેતા, રાખ્યા કાબૂમાં એને જેટલા, જીવન સ્વસ્થ રહ્યાં એટલા
વિચારોના પ્રવાહ રહે સદા જાગતા, વાળ્યા પ્રભુમાં જેટલા કામ લાવ્યા જીવનમાં એટલા
આ વિવિધ પ્રવાહને રાખ્યા સ્થિર જીવનમાં જેટલા, રહ્યા જીવનમાં તો સ્થિર એટલા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūraja ūgē nē sūraja āthamē, kiraṇō jhīlyāṁ ēnāṁ jēṭalāṁ, pāmyō tuṁ ēṭalāṁ
prabhunī śaktinō dhōdha vahē chē jagamāṁ, jhīlyā ē jēṭalā, pāmyō tuṁ ēṭalā
varasē prabhukr̥pānō varasāda niraṁtara, nhāyō ēmāṁ jēṭalō, bhīṁjāyō ēmāṁ tuṁ ēṭalō
dayā nā juē jāta kē pāta jīvanamāṁ, sparśyāṁ spaṁdanō jēṭalāṁ, malyā dhōdha dayānā ēṭalā
juē nā duḥkhadarda jāta kē pāta jīvanamāṁ, jōḍāyuṁ mana ēmāṁ jēṭaluṁ duḥkhī thayā ēṭalā
vahē bhāvanā pravāha haiyēthī sadā, bhīṁjāvyā anyanē ēmāṁ jēṭalā, banyā yathārtha ēṭalā
icchāōnā pravāha rahyā haiyēthī sadā vahētā, rākhyā kābūmāṁ jēṭalā, lāgyā kāma ēṭalā
vr̥ttiōnā pravāha rahyā haiyāmāṁ vahētā, rākhyā kābūmāṁ ēnē jēṭalā, jīvana svastha rahyāṁ ēṭalā
vicārōnā pravāha rahē sadā jāgatā, vālyā prabhumāṁ jēṭalā kāma lāvyā jīvanamāṁ ēṭalā
ā vividha pravāhanē rākhyā sthira jīvanamāṁ jēṭalā, rahyā jīvanamāṁ tō sthira ēṭalā
|