1999-08-17
1999-08-17
1999-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17159
આવે આફતો જીવનમાં તો પવનવેગે, કીડી વેગે એ તો જાય
આવે આફતો જીવનમાં તો પવનવેગે, કીડી વેગે એ તો જાય
લાગે વાર આબરૂ જમાવતાં, પળવારમાં એ તો ખરડાઈ જાય
સંબંધો બાંધતાં તો લાગે વાર, પળવારમાં એ તો તૂટી જાય
આવે દર્દ તો પવનવેગે, હટાવતાં એને નાકે દમ આવી જાય
કૃપા પ્રભુની ઊતરતાં લાગે વાર, પળમાં તકદીર એ બદલી જાય
ધસી આવે વાદળો તો ઓચિંતાં, હટતાં એ તો વાર લાગી જાય
ક્ષણમાં હૈયામાં તો પ્રેમ જાગી જાય, જાળવવો એને મુશ્કેલ બની જાય
જીવનને ડાઘ લાગતાં લાગે ના વાર, શુદ્ધ રાખવા એને મહેનત માગી જાય
વરશે ભલે ખૂબ વરસાદ રણમાં, રેતી પાછી તો સૂકી ને સૂકી રહી જાય
વિક્રરા પ્રાણીને નાથવાં તો છે સહેલું, મનને નાથવું મુશ્કેલ બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvē āphatō jīvanamāṁ tō pavanavēgē, kīḍī vēgē ē tō jāya
lāgē vāra ābarū jamāvatāṁ, palavāramāṁ ē tō kharaḍāī jāya
saṁbaṁdhō bāṁdhatāṁ tō lāgē vāra, palavāramāṁ ē tō tūṭī jāya
āvē darda tō pavanavēgē, haṭāvatāṁ ēnē nākē dama āvī jāya
kr̥pā prabhunī ūtaratāṁ lāgē vāra, palamāṁ takadīra ē badalī jāya
dhasī āvē vādalō tō ōciṁtāṁ, haṭatāṁ ē tō vāra lāgī jāya
kṣaṇamāṁ haiyāmāṁ tō prēma jāgī jāya, jālavavō ēnē muśkēla banī jāya
jīvananē ḍāgha lāgatāṁ lāgē nā vāra, śuddha rākhavā ēnē mahēnata māgī jāya
varaśē bhalē khūba varasāda raṇamāṁ, rētī pāchī tō sūkī nē sūkī rahī jāya
vikrarā prāṇīnē nāthavāṁ tō chē sahēluṁ, mananē nāthavuṁ muśkēla banī jāya
|
|