1999-08-29
1999-08-29
1999-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17166
રચ્યું તો જગ જેણે, હૈયે તો એનાં કોઈ અભિમાન નથી
રચ્યું તો જગ જેણે, હૈયે તો એનાં કોઈ અભિમાન નથી
માની લીધેલી માલીકીમાં, અભિમાનમાં માનવ ફૂલાયા વિના રહ્યા નથી
રહ્યો છે કરતો સંચાલન એ જગનું, એક હરફ એ ઉચ્ચારતો નથી
કરે કાર્ય જીવનમાં માનવ થોડું, બડાશ હાંક્યા વિના એ રહ્યો નથી
કરે છે જગમાં તો જે બધું, હૈયે એના ઈર્ષ્યા કે વેર ભર્યાં નથી
કરે જીવનમાં માનવ તો થોડું, હૈયે ઈર્ષ્યા ને વેર જગાવ્યા વિના રહ્યો નથી
અગણિત જીવોની રાખે જે સંભાળ, હૈયું એનું પ્રેમમાં તો ખાલી નથી
માનવ મળે માનવને, પ્રેમ તો એના હૈયામાં ગોત્યા તો જડતો નથી
ઉદાર હાથે જગમાં તો જે દેતો આવ્યો, હૈયું જેનું દેવામાં સંકોચાયું નથી
મરજી, કમરજીથી દેવાઈ જાય માનવથી છાને ખૂણે, હૈયામાં અફસોસ કર્યાં વિના રહ્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
racyuṁ tō jaga jēṇē, haiyē tō ēnāṁ kōī abhimāna nathī
mānī līdhēlī mālīkīmāṁ, abhimānamāṁ mānava phūlāyā vinā rahyā nathī
rahyō chē karatō saṁcālana ē jaganuṁ, ēka harapha ē uccāratō nathī
karē kārya jīvanamāṁ mānava thōḍuṁ, baḍāśa hāṁkyā vinā ē rahyō nathī
karē chē jagamāṁ tō jē badhuṁ, haiyē ēnā īrṣyā kē vēra bharyāṁ nathī
karē jīvanamāṁ mānava tō thōḍuṁ, haiyē īrṣyā nē vēra jagāvyā vinā rahyō nathī
agaṇita jīvōnī rākhē jē saṁbhāla, haiyuṁ ēnuṁ prēmamāṁ tō khālī nathī
mānava malē mānavanē, prēma tō ēnā haiyāmāṁ gōtyā tō jaḍatō nathī
udāra hāthē jagamāṁ tō jē dētō āvyō, haiyuṁ jēnuṁ dēvāmāṁ saṁkōcāyuṁ nathī
marajī, kamarajīthī dēvāī jāya mānavathī chānē khūṇē, haiyāmāṁ aphasōsa karyāṁ vinā rahyō nathī
|
|