Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8334 | Date: 31-Dec-1999
જીવનમાં કોઈ અજર નથી અમર નથી, છે જે, એની એને ખબર નથી
Jīvanamāṁ kōī ajara nathī amara nathī, chē jē, ēnī ēnē khabara nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8334 | Date: 31-Dec-1999

જીવનમાં કોઈ અજર નથી અમર નથી, છે જે, એની એને ખબર નથી

  No Audio

jīvanamāṁ kōī ajara nathī amara nathī, chē jē, ēnī ēnē khabara nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-12-31 1999-12-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17321 જીવનમાં કોઈ અજર નથી અમર નથી, છે જે, એની એને ખબર નથી જીવનમાં કોઈ અજર નથી અમર નથી, છે જે, એની એને ખબર નથી

પ્રેમનો સાગર ચાલ્યો શોધવા, પ્રેમની સરિતા છે ખુદ સાગર, એની ખબર નથી

તપતો સૂરજ ડરે જો વાદળથી, હાસ્યાસ્પદ એના જેવું તો કાંઈ બીજું નથી

હરે છે ખારાશ તો જે ધરતીની, એ સાગરને મીઠાશની તો ખબર નથી

ખરાબ સાથે તો જ્યાં સારો ફરે, વગર વાંકે દંડાયા વિના એ રહેવાનો નથી

સુખસંપત્તિમાં ભળે જો અહંનું બિંદુ, અનર્થ સર્જ્યા વિના એ રહેવાનું નથી

દુઃખ ને દુઃખથી રહે ભરેલું જેનું હૈયું, ખાવાનું ગળે જલદી એને ઊતરતું નથી

ઓળંગી મર્યાદાની રેખા જ્યાં, અટકશે જીવનમાં એ ક્યાં, એ કહી શકાતું નથી

સ્વાર્થની રેખા બદલાઈ જ્યાં જીવનમાં, હાવભાવ એમાં બદલાયા વિના રહેવાના નથી

પ્રેમનું તર્પણ તો પ્રેમ છે, પ્રેમના તર્પણ વિના, પ્રેમનો હવન તો પૂરો થવાનો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ kōī ajara nathī amara nathī, chē jē, ēnī ēnē khabara nathī

prēmanō sāgara cālyō śōdhavā, prēmanī saritā chē khuda sāgara, ēnī khabara nathī

tapatō sūraja ḍarē jō vādalathī, hāsyāspada ēnā jēvuṁ tō kāṁī bījuṁ nathī

harē chē khārāśa tō jē dharatīnī, ē sāgaranē mīṭhāśanī tō khabara nathī

kharāba sāthē tō jyāṁ sārō pharē, vagara vāṁkē daṁḍāyā vinā ē rahēvānō nathī

sukhasaṁpattimāṁ bhalē jō ahaṁnuṁ biṁdu, anartha sarjyā vinā ē rahēvānuṁ nathī

duḥkha nē duḥkhathī rahē bharēluṁ jēnuṁ haiyuṁ, khāvānuṁ galē jaladī ēnē ūtaratuṁ nathī

ōlaṁgī maryādānī rēkhā jyāṁ, aṭakaśē jīvanamāṁ ē kyāṁ, ē kahī śakātuṁ nathī

svārthanī rēkhā badalāī jyāṁ jīvanamāṁ, hāvabhāva ēmāṁ badalāyā vinā rahēvānā nathī

prēmanuṁ tarpaṇa tō prēma chē, prēmanā tarpaṇa vinā, prēmanō havana tō pūrō thavānō nathī
Scan Image

Gujarati Bhajan no. 8334 by Satguru Devendra Ghia - Kaka
First...832983308331...Last