Hymn No. 8385 | Date: 26-Jan-2000
બંસરીના બજવૈયા, કાનુડા કાન કાળા, હટાવજો હૈયાની કાળાશ અમારા
baṁsarīnā bajavaiyā, kānuḍā kāna kālā, haṭāvajō haiyānī kālāśa amārā
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
2000-01-26
2000-01-26
2000-01-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17372
બંસરીના બજવૈયા, કાનુડા કાન કાળા, હટાવજો હૈયાની કાળાશ અમારા
બંસરીના બજવૈયા, કાનુડા કાન કાળા, હટાવજો હૈયાની કાળાશ અમારા
દિન પર દિન રહ્યા છે વીતી, થયા નથી વ્હાલા, દર્શન અમને તમારાં
કાલિંદીના તીરે રાસ રમનારા, હૈયામાં અમારા તો ઉમંગ ભરનારા
પડી એક વાર નજર સીધી જેના ઉપર, બની ગયાં દિલ એનાં તમારાં
જેના હૈયામાં રાસ રમ્યા ને રમાડયા, શરદ પૂનમનાં તેજ હૈયામાં એનાં પથરાયાં
સાંભળી પાયલના ઝણકાર તમારા, ઝણઝણી ઊઠયા હૈયાના તાર અમારા
દ્વૈતભાવમાં રાસ રમાડી જગમાં સહુને, સહુના હૈયામાં તો છો વસનારા
ઘડીમાં દર્શન, ઘડીમાં ઓઝલ, છો તમે તો અન્ય રમત રમનારા
બંસરીના તાને ભાન ભૂલે સહુ, છો તમે તો અનુપમ પ્રેમ પાનારા
લાગે ના અલગતા કોઈને તમારાથી, તમે છો ઘટ ઘટમાં એવા ભળનારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
baṁsarīnā bajavaiyā, kānuḍā kāna kālā, haṭāvajō haiyānī kālāśa amārā
dina para dina rahyā chē vītī, thayā nathī vhālā, darśana amanē tamārāṁ
kāliṁdīnā tīrē rāsa ramanārā, haiyāmāṁ amārā tō umaṁga bharanārā
paḍī ēka vāra najara sīdhī jēnā upara, banī gayāṁ dila ēnāṁ tamārāṁ
jēnā haiyāmāṁ rāsa ramyā nē ramāḍayā, śarada pūnamanāṁ tēja haiyāmāṁ ēnāṁ patharāyāṁ
sāṁbhalī pāyalanā jhaṇakāra tamārā, jhaṇajhaṇī ūṭhayā haiyānā tāra amārā
dvaitabhāvamāṁ rāsa ramāḍī jagamāṁ sahunē, sahunā haiyāmāṁ tō chō vasanārā
ghaḍīmāṁ darśana, ghaḍīmāṁ ōjhala, chō tamē tō anya ramata ramanārā
baṁsarīnā tānē bhāna bhūlē sahu, chō tamē tō anupama prēma pānārā
lāgē nā alagatā kōīnē tamārāthī, tamē chō ghaṭa ghaṭamāṁ ēvā bhalanārā
|