2000-02-20
2000-02-20
2000-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17418
તું છે દર્પણ મારું રે માડી, બનાવજે દર્પણ મને તારું રે માડી

છે તું તો દીનદયાળી પરમકૃપાળી, મારે મન છે તો તું સાક્ષાત્
તને નીરખવા હૈયામાં રે માડી, પડે છે હૈયામાં મારા ભાવોની અનોખી ભાત
મળે જેને પ્રકાશ દિલમાં તારો, જીવનમાં તો એને શું દિન કે રાત
કાઢી સમય આવજે સામે માડી, ગાવાં છે ગુણગાન તારાં રે માત
છે જગ તો સંતાન તમારું રે માડી, તમે માડી બાકી સંતાનની જાત
સોંપી દીધો માનવને ભાગ્યને હવાલે, કરે એ પ્યાર કે મારે લાત
તારી માયાએ રે માડી, કર્યાં છે જગમાં તો, સહુને તો મહાત
કર્મોની જાળમાં બાંધ્યા જગમાં સહુને, રાખ્યા ના કોઈને બાકાત
બનાવજે સદા તું અમને માડી, જીરવી નથી શકતા જીવનના આઘાત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ chē darpaṇa māruṁ rē māḍī, banāvajē darpaṇa manē tāruṁ rē māḍī
chē tuṁ tō dīnadayālī paramakr̥pālī, mārē mana chē tō tuṁ sākṣāt
tanē nīrakhavā haiyāmāṁ rē māḍī, paḍē chē haiyāmāṁ mārā bhāvōnī anōkhī bhāta
malē jēnē prakāśa dilamāṁ tārō, jīvanamāṁ tō ēnē śuṁ dina kē rāta
kāḍhī samaya āvajē sāmē māḍī, gāvāṁ chē guṇagāna tārāṁ rē māta
chē jaga tō saṁtāna tamāruṁ rē māḍī, tamē māḍī bākī saṁtānanī jāta
sōṁpī dīdhō mānavanē bhāgyanē havālē, karē ē pyāra kē mārē lāta
tārī māyāē rē māḍī, karyāṁ chē jagamāṁ tō, sahunē tō mahāta
karmōnī jālamāṁ bāṁdhyā jagamāṁ sahunē, rākhyā nā kōīnē bākāta
banāvajē sadā tuṁ amanē māḍī, jīravī nathī śakatā jīvananā āghāta
|
|