2000-02-27
2000-02-27
2000-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17426
છે જીવનનો ઘાટ આપણો એવો, ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો
છે જીવનનો ઘાટ આપણો એવો, ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો
સંસારની મજા માણી શકતા નથી, મુક્તિનો આનંદ લૂંટી શકતા નથી
નિઃસ્વાર્થ જીવનમાં રહી શકતા નથી, પૂરો પ્રેમ જીવનમાં પામી શકતા નથી
ઇચ્છાઓ જીવનમાં ત્યજી શકતા નથી, ઇચ્છા વિના જીવનમાં રહી શકતા નથી
આશાઓ જીવનમાં છોડી શકતા નથી, નિરાશાઓ જીવનમાં સહન થાતી નથી
અનાસક્ત જીવનમાં રહી શકતા નથી, આસક્તિ જીવનમાં તો છૂટતી નથી
અસ્થિર જીવનમાં રહેવું નથી, સ્થિરતા જીવનમાં તો હજી મળી નથી
ક્રોધ જીવનમાં તો કરવો નથી, ક્રોધને કાબૂમાં તો રાખી શકાતો નથી
નિર્ણય લેવામાં કદી ઉતાવળ કરવી નથી, ધીરજ હૈયામાં તો રહેતી નથી
જાળવવા છે સંબંધો આખર સુધી, હૈયામાંથી શંકાઓ તો હટતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvananō ghāṭa āpaṇō ēvō, dhōbīnō kūtarō nahīṁ gharanō nahīṁ ghāṭanō
saṁsāranī majā māṇī śakatā nathī, muktinō ānaṁda lūṁṭī śakatā nathī
niḥsvārtha jīvanamāṁ rahī śakatā nathī, pūrō prēma jīvanamāṁ pāmī śakatā nathī
icchāō jīvanamāṁ tyajī śakatā nathī, icchā vinā jīvanamāṁ rahī śakatā nathī
āśāō jīvanamāṁ chōḍī śakatā nathī, nirāśāō jīvanamāṁ sahana thātī nathī
anāsakta jīvanamāṁ rahī śakatā nathī, āsakti jīvanamāṁ tō chūṭatī nathī
asthira jīvanamāṁ rahēvuṁ nathī, sthiratā jīvanamāṁ tō hajī malī nathī
krōdha jīvanamāṁ tō karavō nathī, krōdhanē kābūmāṁ tō rākhī śakātō nathī
nirṇaya lēvāmāṁ kadī utāvala karavī nathī, dhīraja haiyāmāṁ tō rahētī nathī
jālavavā chē saṁbaṁdhō ākhara sudhī, haiyāmāṁthī śaṁkāō tō haṭatī nathī
|
|