|
View Original |
|
છીછરા પાણીમાં છબછબિયા તો ખૂબ કર્યા
ખુદને તો એમાં (2)મોટા તરવૈયા તો સમજી બેઠા
યત્નોને યત્નો તો રહ્યાં એમાં તો કુંવારા
તર્યા તો ખૂબ, કિનારે પહોંચતા પહેંલા થાકી ગયા
લીધી ના સલાહ તરવૈયાઓની, કિનારે પહોંચવા
જ્યાં ખુદને ખૂબ મોટા તરવૈયા સમજી બેઠા
લાગ્યું ખૂબ સમજ્યા, સમજણની બહાર તોયે રહ્યાં
હતો ના સમય શોધવા, સમજણ વિનાના રહ્યાં
ખાઈ ખાઈ માર જીવનમાં તોયે ના સમજ્યા
છબછબિયા પાણીના જીવનમાં તો ના અટકયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)