|
View Original |
|
મને સૂઝતું નથી કાંઈ માડી (2)
જ્યાં મારી આંખ સાથે, આંખ તારી મંડાઈ ગઈ
સાનભાન હું તો ગયો ભૂલી (2)
ત્યાં એક અનોખી દુનિયા રચાઈ ગઈ
તારી લીલામાં પાછી લઈ ના જાતી માડી (2)
એનાથી જાન મારી બહુ અકળાઈ ગઈ
કૃપા તારી સદા વરસાવજે માડી (2)
વરસાવજે એવી, જાત મારી ભીંજવી દઈ
પ્રેમસુધાનું કરાવજે તું પાન માડી (2)
પાન કરાવજે એવું, પ્યાસ મારી મિટાવી દઈ
મૌન થઈ ના બેસ તું માડી (2)
એકલતા મુજને બહુ અકળાવી દઈ
શોધવી તને હવે ક્યાં માડી (2)
જ્યાં તું છે મુજમાં સમાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)