1998-08-10
1998-08-10
1998-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17510
સજાવજે જીવનને એવું, જીવવાની પડે મજા, પ્રભુને આવવાનું મન થાય

દુઃખદર્દને, હૈયાં સુધી દેજે ના પહોંચવા, દૂરથી ભલે જીવનને એ જોતું જાય
સજાવજે જીવનને એવું, અન્યના જીવનને ઉદાહરણ એનું મળી જાય
જીવન હશે એ તો નાવડી તારી, પ્રભુનો કિનારો એ તો બની જાય
રસ્તા જીવનના બધા જગમાં, એમાં આવી બધા એમાં મળી જાય
ખીલાવજે જીવનને તો એવું, જગમાં પ્રભુનું તો એ સ્વર્ગ બની જાય
રાખજે સદા એને ઊજળું ને ઊજળું, પ્રભુની આંખમાં એ તો વસી જાય
રાખજે એવું એને આનંદમય, પ્રભુને ત્યાંથી હટવાનું તો મન ના થાય
કરશો ના નિરાશ પ્રભુને તો તમે, કરશે ના નિરાશ પ્રભુ તમને જરાય
આવું જીવન જગમાં તો, ધામ પ્રભુનું, સદા એ તો બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sajāvajē jīvananē ēvuṁ, jīvavānī paḍē majā, prabhunē āvavānuṁ mana thāya
duḥkhadardanē, haiyāṁ sudhī dējē nā pahōṁcavā, dūrathī bhalē jīvananē ē jōtuṁ jāya
sajāvajē jīvananē ēvuṁ, anyanā jīvananē udāharaṇa ēnuṁ malī jāya
jīvana haśē ē tō nāvaḍī tārī, prabhunō kinārō ē tō banī jāya
rastā jīvananā badhā jagamāṁ, ēmāṁ āvī badhā ēmāṁ malī jāya
khīlāvajē jīvananē tō ēvuṁ, jagamāṁ prabhunuṁ tō ē svarga banī jāya
rākhajē sadā ēnē ūjaluṁ nē ūjaluṁ, prabhunī āṁkhamāṁ ē tō vasī jāya
rākhajē ēvuṁ ēnē ānaṁdamaya, prabhunē tyāṁthī haṭavānuṁ tō mana nā thāya
karaśō nā nirāśa prabhunē tō tamē, karaśē nā nirāśa prabhu tamanē jarāya
āvuṁ jīvana jagamāṁ tō, dhāma prabhunuṁ, sadā ē tō banī jāya
|