|
View Original |
|
ખંત ને ખામોશી ખોઈ બેઠાં તો જે જીવનમાં
બની ગયા જીવન એના જગમાં, તોફાનોના થાણા
દ્વારે દ્વારે ભટકે જગમાં, ભલે એ તો જીવનમાં
પડશે ના એના જીવનમાં કોઈ પ્રગતિના ઠેકાણા
ખોશે ખંત ને ખામોશી જ્યાં, જાગશે ખુમારી ક્યાંથી જીવનમાં
જાશે જીવન અનેક બંધનોથી બંધાઈ, એકવાર જ્યાં બંધાયા
પાસાએ પાસાએ મળશે પછડાટો એને તો જીવનમાં
જીવનમાં એને જ્યાં રૂકાવટના ભાણા તો પીરસાણા
ખૂલી જાશે દુઃખના દ્વાર તો એજ તો જીવનમાં
એકવાર જીવનમાં જ્યાં દુઃખના થાણા મજબૂત નંખાણા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)