Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7683 | Date: 11-Nov-1998
ઊલટો વહી રહ્યો છે ભક્તિનો પ્રવાહ તો જગમાં તો જ્યાં
Ūlaṭō vahī rahyō chē bhaktinō pravāha tō jagamāṁ tō jyāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7683 | Date: 11-Nov-1998

ઊલટો વહી રહ્યો છે ભક્તિનો પ્રવાહ તો જગમાં તો જ્યાં

  No Audio

ūlaṭō vahī rahyō chē bhaktinō pravāha tō jagamāṁ tō jyāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-11-11 1998-11-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17670 ઊલટો વહી રહ્યો છે ભક્તિનો પ્રવાહ તો જગમાં તો જ્યાં ઊલટો વહી રહ્યો છે ભક્તિનો પ્રવાહ તો જગમાં તો જ્યાં

જગનું તો ત્યાં એમાં શું થાશે, જગનું એમાં તો શું થાશે

લોહીમાં તો જ્યાં સ્વાર્થ ભળ્યા, સંબંધોમાં મીઠાશ રહી નથી

દર્પણ વિના ના જોઈ શકે કોઈ મૂખડુ, પોતાનું દર્પણ જડયું નથી

સ્વમાંથી ના કોઈ ઊંચા આવે, ભાવમાં ભટક્યા વિના રહ્યા નથી

લાલચો ને મિત્રતાને પણ જગમાં વીંધ્યા વિના રહી નથી

નરનારીના સંબંધોમાં વધી લાલસા, પવિત્રતા ત્યાં રહી નથી

માતપિતાના સંબંધોમાં, અપેક્ષાઓએ માઝા મૂકી, સંબંધો મીઠા રહ્યાં નથી

ગુરુ શિષ્યોના સંબંધોમાં પૈસો જ્યાં દીવાલ બની, જ્ઞાન રૂંધાયા વિના રહ્યું નથી

વધી ગઈ છે આશાઓ ભક્તિમાં ત્યાં ભક્તિ હવે ભક્તિ રહી નથી

પ્રેમને જ્યાં ઇચ્છાઓનું સાધન બનાવ્યું ત્યાં પ્રેમ એ પ્રેમ રહ્યો નથી
View Original Increase Font Decrease Font

ઊલટો વહી રહ્યો છે ભક્તિનો પ્રવાહ તો જગમાં તો જ્યાં

જગનું તો ત્યાં એમાં શું થાશે, જગનું એમાં તો શું થાશે

લોહીમાં તો જ્યાં સ્વાર્થ ભળ્યા, સંબંધોમાં મીઠાશ રહી નથી

દર્પણ વિના ના જોઈ શકે કોઈ મૂખડુ, પોતાનું દર્પણ જડયું નથી

સ્વમાંથી ના કોઈ ઊંચા આવે, ભાવમાં ભટક્યા વિના રહ્યા નથી

લાલચો ને મિત્રતાને પણ જગમાં વીંધ્યા વિના રહી નથી

નરનારીના સંબંધોમાં વધી લાલસા, પવિત્રતા ત્યાં રહી નથી

માતપિતાના સંબંધોમાં, અપેક્ષાઓએ માઝા મૂકી, સંબંધો મીઠા રહ્યાં નથી

ગુરુ શિષ્યોના સંબંધોમાં પૈસો જ્યાં દીવાલ બની, જ્ઞાન રૂંધાયા વિના રહ્યું નથી

વધી ગઈ છે આશાઓ ભક્તિમાં ત્યાં ભક્તિ હવે ભક્તિ રહી નથી

પ્રેમને જ્યાં ઇચ્છાઓનું સાધન બનાવ્યું ત્યાં પ્રેમ પ્રેમ રહ્યો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūlaṭō vahī rahyō chē bhaktinō pravāha tō jagamāṁ tō jyāṁ

jaganuṁ tō tyāṁ ēmāṁ śuṁ thāśē, jaganuṁ ēmāṁ tō śuṁ thāśē

lōhīmāṁ tō jyāṁ svārtha bhalyā, saṁbaṁdhōmāṁ mīṭhāśa rahī nathī

darpaṇa vinā nā jōī śakē kōī mūkhaḍu, pōtānuṁ darpaṇa jaḍayuṁ nathī

svamāṁthī nā kōī ūṁcā āvē, bhāvamāṁ bhaṭakyā vinā rahyā nathī

lālacō nē mitratānē paṇa jagamāṁ vīṁdhyā vinā rahī nathī

naranārīnā saṁbaṁdhōmāṁ vadhī lālasā, pavitratā tyāṁ rahī nathī

mātapitānā saṁbaṁdhōmāṁ, apēkṣāōē mājhā mūkī, saṁbaṁdhō mīṭhā rahyāṁ nathī

guru śiṣyōnā saṁbaṁdhōmāṁ paisō jyāṁ dīvāla banī, jñāna rūṁdhāyā vinā rahyuṁ nathī

vadhī gaī chē āśāō bhaktimāṁ tyāṁ bhakti havē bhakti rahī nathī

prēmanē jyāṁ icchāōnuṁ sādhana banāvyuṁ tyāṁ prēma ē prēma rahyō nathī
Scan Image

Gujarati Bhajan no. 7683 by Satguru Devendra Ghia - Kaka
First...767876797680...Last