|
View Original |
|
ના મળ્યું એને ના મળ્યું, ના મળ્યું એને ના મળ્યું
અનેક કોશિશો છતાં, હૈયાંનું સંતોષકારક સમાધાન
કરી દુઃખની દીવાલો ઊભી, કરી જીવનમાં એને ઊંચી
હૈયું ના એને કૂદી શક્યું, ના સુખસાગરે પ્હોંચી શક્યું
અનેક ભાવોમાં અનેક તકલીફોમાં હતું હૈયું વહેંચાયેલું
અનેક જગાવી ઇચ્છાઓ એના ક્રમમાં એ ગૂંચવાઈ ગયું
અનેક છુપા ઘાના દર્દનું સંગ્રહાલય જ્યાં એ બન્યું
પરિસ્થિતીને અનુરૂપ જીવન જ્યાં ના બનાવી શક્યું
અનેક કામોને અનેક મુલાકાતોમાં જીવનમાં જ્યાં એ ફસાયું
મન બદલાતા રાહો બદલી, કઈ રાહે ચાલવું ના સમજાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)