Hymn No. 7905 | Date: 11-Mar-1999
મનની મથામણ મનમાં રહેશે, દિલ એમાં તો મૂંઝાતું જાશે
mananī mathāmaṇa manamāṁ rahēśē, dila ēmāṁ tō mūṁjhātuṁ jāśē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-03-11
1999-03-11
1999-03-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17892
મનની મથામણ મનમાં રહેશે, દિલ એમાં તો મૂંઝાતું જાશે
મનની મથામણ મનમાં રહેશે, દિલ એમાં તો મૂંઝાતું જાશે
જીવનની હાલત તારી એમાં કેવી થાશે, હાલત તારી એમાં કેવી થાશે
ઝરણું પ્રેમનું વ્હેતું દિલમાંથી અટકી જાશે, દિલ એ શું દિલ કહેવાશે
દિન રાતના રખોપા કેમ થાશે, દિલના દેવ, દિલમાંથી રૂઠી જાશે
જીવનમાંથી દિલ તો જો ઊઠી જાશે, જીવનને જગમાં કોણ જીવાડી જાશે
તોફાનો જીવનમાં તો ઊઠતા જાશે, જીવનને તો જો એ હલાવી જાશે
મનની મૂંઝવણ ના એમાં ઘટશે, એમાં એ તો વધતીને વધતી જાશે
દિલ ને મન ખાલી કરવા ના જગ્યા મળશે, ભાર એનો તો વધતો જાશે
દિલ ને મૂંઝાતું ના રખાશે, દિલને મન વિના જીવન ના ચાલશે
થઈ છે હાલત જીવનમાં આ ધીરે ધીરે, મારગ એનો ધીરે ધીરે મળી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananī mathāmaṇa manamāṁ rahēśē, dila ēmāṁ tō mūṁjhātuṁ jāśē
jīvananī hālata tārī ēmāṁ kēvī thāśē, hālata tārī ēmāṁ kēvī thāśē
jharaṇuṁ prēmanuṁ vhētuṁ dilamāṁthī aṭakī jāśē, dila ē śuṁ dila kahēvāśē
dina rātanā rakhōpā kēma thāśē, dilanā dēva, dilamāṁthī rūṭhī jāśē
jīvanamāṁthī dila tō jō ūṭhī jāśē, jīvananē jagamāṁ kōṇa jīvāḍī jāśē
tōphānō jīvanamāṁ tō ūṭhatā jāśē, jīvananē tō jō ē halāvī jāśē
mananī mūṁjhavaṇa nā ēmāṁ ghaṭaśē, ēmāṁ ē tō vadhatīnē vadhatī jāśē
dila nē mana khālī karavā nā jagyā malaśē, bhāra ēnō tō vadhatō jāśē
dila nē mūṁjhātuṁ nā rakhāśē, dilanē mana vinā jīvana nā cālaśē
thaī chē hālata jīvanamāṁ ā dhīrē dhīrē, māraga ēnō dhīrē dhīrē malī jāśē
|