1999-03-12
1999-03-12
1999-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17894
જીવન હતું તો ટૂકું, ને રસ્તા લીધા તો લાંબા
જીવન હતું તો ટૂકું, ને રસ્તા લીધા તો લાંબા
મંઝિલે તો પ્હોંચતા પહેલા, જીવનમાં તો થાકી ગયા
સાંભળી અનેકની વાતો, ભાર એનો તો ઊઠાવતા ગયા
અંત દુઃખનો તોયે અમે જીવનમાં ના લાવી શક્યા
દુઃખના ના વીત્યા દિવસો, સુખને તો ઝંખી રહ્યાં
અટપટા જીવનની ખટપટથી ના પૂરા જાણકાર બન્યા
શંકાના સાથમાં, જીવનમાં તો જ્ઞાનથી દૂર ને દૂર રહ્યાં
પામવું હતું જીવનના સત્યને, શ્રદ્ધાનો દીપક પ્રગટાવી ના શક્યા
ના પરમ પ્રેમની ગલીમાં ચાલ્યા, ના પુરુષાર્થની કેડી પકડી શક્યા
ના સુખના સાગરમાં નાહ્યા, ના આનંદ સાગરમાં તો નાહી શક્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવન હતું તો ટૂકું, ને રસ્તા લીધા તો લાંબા
મંઝિલે તો પ્હોંચતા પહેલા, જીવનમાં તો થાકી ગયા
સાંભળી અનેકની વાતો, ભાર એનો તો ઊઠાવતા ગયા
અંત દુઃખનો તોયે અમે જીવનમાં ના લાવી શક્યા
દુઃખના ના વીત્યા દિવસો, સુખને તો ઝંખી રહ્યાં
અટપટા જીવનની ખટપટથી ના પૂરા જાણકાર બન્યા
શંકાના સાથમાં, જીવનમાં તો જ્ઞાનથી દૂર ને દૂર રહ્યાં
પામવું હતું જીવનના સત્યને, શ્રદ્ધાનો દીપક પ્રગટાવી ના શક્યા
ના પરમ પ્રેમની ગલીમાં ચાલ્યા, ના પુરુષાર્થની કેડી પકડી શક્યા
ના સુખના સાગરમાં નાહ્યા, ના આનંદ સાગરમાં તો નાહી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana hatuṁ tō ṭūkuṁ, nē rastā līdhā tō lāṁbā
maṁjhilē tō phōṁcatā pahēlā, jīvanamāṁ tō thākī gayā
sāṁbhalī anēkanī vātō, bhāra ēnō tō ūṭhāvatā gayā
aṁta duḥkhanō tōyē amē jīvanamāṁ nā lāvī śakyā
duḥkhanā nā vītyā divasō, sukhanē tō jhaṁkhī rahyāṁ
aṭapaṭā jīvananī khaṭapaṭathī nā pūrā jāṇakāra banyā
śaṁkānā sāthamāṁ, jīvanamāṁ tō jñānathī dūra nē dūra rahyāṁ
pāmavuṁ hatuṁ jīvananā satyanē, śraddhānō dīpaka pragaṭāvī nā śakyā
nā parama prēmanī galīmāṁ cālyā, nā puruṣārthanī kēḍī pakaḍī śakyā
nā sukhanā sāgaramāṁ nāhyā, nā ānaṁda sāgaramāṁ tō nāhī śakyā
|
|