|
View Original |
|
કોઈ દીવડો જલી જલી ઘરમાં પ્રકાશ પાથરે છે
કોઈ દીવો જલી મંદિરમાં, મૂર્તિના દર્શન કરાવે છે
કોઈ દીવો તો પથમાં જલી પથ પર પ્રકાશ પાથરે છે
કોઈ દીવો તો જલી હૈયાંમાં, હૈયાંમાં ઉજાશ ફેલાવે છે
કોઈ દીવો જલી જીવનમાં, જીવનમાં અજવાળું પાથરે છે
કોઈ દીવો જલી મૈત્રીમાં, મૈત્રીને તો એ અજવાળે છે
કોઈ દીવો કર્તવ્ય બનીને, કર્તવ્યને તો પ્રકાશ આપે છે
કોઈ દીવો તો જ્ઞાન બનીને સંસારને એ અજવાળે છે
કોઈ દીવો જલી આંખોમાં જગનું દર્શન એ કરાવે છે
હરેક દીવો જલી જલી, અસ્તિત્ત્વ મિટાવી અજવાળું આપે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)