Hymn No. 8522 | Date: 09-Apr-2000
લઈ કંકુની થાળી, ફૂલડાંની છાબ, હાલો વધાવવા, હાલો માડીનું પૂજન કરીએ
laī kaṁkunī thālī, phūlaḍāṁnī chāba, hālō vadhāvavā, hālō māḍīnuṁ pūjana karīē
નવરાત્રિ (Navratri)
2000-04-09
2000-04-09
2000-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18009
લઈ કંકુની થાળી, ફૂલડાંની છાબ, હાલો વધાવવા, હાલો માડીનું પૂજન કરીએ
લઈ કંકુની થાળી, ફૂલડાંની છાબ, હાલો વધાવવા, હાલો માડીનું પૂજન કરીએ
પ્રગટાવી ઘીનો રે દીવડો, હાલો `મા' નાં નોરતા ઊજવીએ
નિત્ય ગાઈ ગુણગાન એનાં, હાલો હાલો આજ એને રીઝવીએ
મૂકી `મા'ની મૂર્તિ તો સામે, હાલો હાલો ધ્યાન એનું ધરીએ
ભરી ભરી ભાવ અનોખા, હાલો હાલો ભજન એનું કરીએ
બનાવી ભાવના રે ભોજન, હાલો હાલો આજ એને ધરાવીએ
લાવી ભાત ભાતની ચૂંદડી, હાલો હાલો આજ એને શણગારીએ
લાવી આભૂષણો અનોખાં, હાલો હાલો આજ એને સજાવીએ
વિવિધ પુષ્પોનાં બાંધી તોરણ, હાલો હાલો સજાવટ એની કરીએ
સુગંધિત કરી એની આરતીને, હાલો હાલો આરતી એની ઊતારીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
laī kaṁkunī thālī, phūlaḍāṁnī chāba, hālō vadhāvavā, hālō māḍīnuṁ pūjana karīē
pragaṭāvī ghīnō rē dīvaḍō, hālō `mā' nāṁ nōratā ūjavīē
nitya gāī guṇagāna ēnāṁ, hālō hālō āja ēnē rījhavīē
mūkī `mā'nī mūrti tō sāmē, hālō hālō dhyāna ēnuṁ dharīē
bharī bharī bhāva anōkhā, hālō hālō bhajana ēnuṁ karīē
banāvī bhāvanā rē bhōjana, hālō hālō āja ēnē dharāvīē
lāvī bhāta bhātanī cūṁdaḍī, hālō hālō āja ēnē śaṇagārīē
lāvī ābhūṣaṇō anōkhāṁ, hālō hālō āja ēnē sajāvīē
vividha puṣpōnāṁ bāṁdhī tōraṇa, hālō hālō sajāvaṭa ēnī karīē
sugaṁdhita karī ēnī āratīnē, hālō hālō āratī ēnī ūtārīē
|