2000-05-28
2000-05-28
2000-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18090
થયું હતું ખૂન, ચડયું ના હતું એ તો છાપામાં
થયું હતું ખૂન, ચડયું ના હતું એ તો છાપામાં
છૂપું છૂપું દિલ રોયું, છૂપું છૂપું મન રોયું એમાં
થયું હતું ખૂન, મારાં અરમાનોનું તો મારા જીવનમાં
દર્દે દર્દે દિલ ભર્યુ, વહ્યાં અશ્રુઓ તો નયનોમાં
નજરે ના ચડયું લોહી એમાં, ચડયાં અશ્રુઓ નજરમાં
રાતદિવસ એને પોષ્યું, બેચેન બન્યું પળવારમાં
હતું નિરંતર એ તો હૈયામાં, વસ્યું હવે એ વિચારોમાં
ડામાડોળ બની હાલત હૈયાની, સમજાવ્યું ના સમજ્યું જીવનમાં
ઘા માર્યા એને સંજોગોએ, નિષ્પ્રાણ બન્યું એ એમાં
છૂપું છૂપું ખૂબ રોયું, વસી ના દયા કુદરતમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થયું હતું ખૂન, ચડયું ના હતું એ તો છાપામાં
છૂપું છૂપું દિલ રોયું, છૂપું છૂપું મન રોયું એમાં
થયું હતું ખૂન, મારાં અરમાનોનું તો મારા જીવનમાં
દર્દે દર્દે દિલ ભર્યુ, વહ્યાં અશ્રુઓ તો નયનોમાં
નજરે ના ચડયું લોહી એમાં, ચડયાં અશ્રુઓ નજરમાં
રાતદિવસ એને પોષ્યું, બેચેન બન્યું પળવારમાં
હતું નિરંતર એ તો હૈયામાં, વસ્યું હવે એ વિચારોમાં
ડામાડોળ બની હાલત હૈયાની, સમજાવ્યું ના સમજ્યું જીવનમાં
ઘા માર્યા એને સંજોગોએ, નિષ્પ્રાણ બન્યું એ એમાં
છૂપું છૂપું ખૂબ રોયું, વસી ના દયા કુદરતમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ hatuṁ khūna, caḍayuṁ nā hatuṁ ē tō chāpāmāṁ
chūpuṁ chūpuṁ dila rōyuṁ, chūpuṁ chūpuṁ mana rōyuṁ ēmāṁ
thayuṁ hatuṁ khūna, mārāṁ aramānōnuṁ tō mārā jīvanamāṁ
dardē dardē dila bharyu, vahyāṁ aśruō tō nayanōmāṁ
najarē nā caḍayuṁ lōhī ēmāṁ, caḍayāṁ aśruō najaramāṁ
rātadivasa ēnē pōṣyuṁ, bēcēna banyuṁ palavāramāṁ
hatuṁ niraṁtara ē tō haiyāmāṁ, vasyuṁ havē ē vicārōmāṁ
ḍāmāḍōla banī hālata haiyānī, samajāvyuṁ nā samajyuṁ jīvanamāṁ
ghā māryā ēnē saṁjōgōē, niṣprāṇa banyuṁ ē ēmāṁ
chūpuṁ chūpuṁ khūba rōyuṁ, vasī nā dayā kudaratamāṁ
|
|