2000-07-24
2000-07-24
2000-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18200
કરવી છે પૂજા પ્રભુના સદ્ગુણોની, દુર્ગુણોનાં વસ્ત્રો તારાં ફેંકી દે

પ્રભુના વિચારોમાં થવું છે મગ્ન, અન્ય વિચારોને તો ત્યાં ત્યજી દે
બાંધવા બેઠો છે પ્રભુ સાથે નાતો, સંબંધ અન્ય ત્યાં ભૂલી જાજે
ડૂબવું છે વિશુદ્ધ ભાવોમાં જ્યાં, ભાવોની ખીચડી ના ખદબદાવજે
લે છે અહં ઉપાડા હૈયામાં જ્યારે, યાદ રાખજે વિશાળ વિશ્વનું તું એક બિંદુ છે
જાગે જો ઈર્ષ્યા હૈયામાં, નથી બની શક્યો પ્રભુ જેવો, ઈર્ષ્યા કરજે એની
જાય પ્રભુ પાસે જ્યારે, હૈયાની સુવાસ ફેલાવવી ના તું ભૂલજે
ભૂલતો ના અન્યને પ્રેમપાન કરાવવું, પ્રેમપાન પ્રભુનું કરવા બેઠો છે
ત્યજી દેજે, સંકુચિત દૃષ્ટિ તો તારી, વિશાળ દૃષ્ટિ પ્રભુના જેવી રાખજે
સ્વાર્થનાં કૂંડા ભરી હૈયે, ડૂબ્યો એમાં, પ્રભુ જેવો નિઃસ્વાર્થ બનજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavī chē pūjā prabhunā sadguṇōnī, durguṇōnāṁ vastrō tārāṁ phēṁkī dē
prabhunā vicārōmāṁ thavuṁ chē magna, anya vicārōnē tō tyāṁ tyajī dē
bāṁdhavā bēṭhō chē prabhu sāthē nātō, saṁbaṁdha anya tyāṁ bhūlī jājē
ḍūbavuṁ chē viśuddha bhāvōmāṁ jyāṁ, bhāvōnī khīcaḍī nā khadabadāvajē
lē chē ahaṁ upāḍā haiyāmāṁ jyārē, yāda rākhajē viśāla viśvanuṁ tuṁ ēka biṁdu chē
jāgē jō īrṣyā haiyāmāṁ, nathī banī śakyō prabhu jēvō, īrṣyā karajē ēnī
jāya prabhu pāsē jyārē, haiyānī suvāsa phēlāvavī nā tuṁ bhūlajē
bhūlatō nā anyanē prēmapāna karāvavuṁ, prēmapāna prabhunuṁ karavā bēṭhō chē
tyajī dējē, saṁkucita dr̥ṣṭi tō tārī, viśāla dr̥ṣṭi prabhunā jēvī rākhajē
svārthanāṁ kūṁḍā bharī haiyē, ḍūbyō ēmāṁ, prabhu jēvō niḥsvārtha banajē
|