Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 335 | Date: 22-Jan-1986
નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે
Nāmanī mālā pharatī, sāthē manaḍuṁ paṇa pharatuṁ rahē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 335 | Date: 22-Jan-1986

નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે

  No Audio

nāmanī mālā pharatī, sāthē manaḍuṁ paṇa pharatuṁ rahē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-01-22 1986-01-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1824 નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે

એવું નામ તેં લીધું તોય શું, ના લીધું તોય શું

શરીર તારું ચોખ્ખું કરે, પૂજનમાં તો નિત્ય બેસે

કામક્રોધ વળગી રહે, પૂજન એવું કર્યું તોય શું, ના કર્યું તોય શું

આંખ બંધ કરી તું ધ્યાન ધરે, મનડું તારું ફરતું રહે

એવું ધ્યાન ધર્યું તોય શું, ના ધર્યું તોય શું

દાનપુણ્ય તું કરતો રહે, હૈયે કીર્તિલોભ વધતો રહે

એવું દાનપુણ્ય કર્યું તોય શું, ના કર્યું તોય શું

મા-બેન કહેતાં જીભ લચી પડે, આંખમાં કામ સળવળે

એવાં શબ્દો તું બોલે તોય શું, ના બોલે તોય શું

દુઃખ સહન તું કરતો રહે, સાથે એને પોકારતો રહે

એવું તેં સહન કર્યું તોય શું, ના સહન કર્યું તોય શું

ત્યાગની વાત કરતો રહે, લાલચમાં નિત્ય લપટાતો રહે

એવી વાત તું કરે તોય શું, ના કરે તોય શું

દર્પણમાંથી મેલ દૂર ન કરે, એમાં તું નિત્ય જુએ

એવા દર્પણમાં તું જોયે તોય શું, ના જોયે તોય શું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nāmanī mālā pharatī, sāthē manaḍuṁ paṇa pharatuṁ rahē

ēvuṁ nāma tēṁ līdhuṁ tōya śuṁ, nā līdhuṁ tōya śuṁ

śarīra tāruṁ cōkhkhuṁ karē, pūjanamāṁ tō nitya bēsē

kāmakrōdha valagī rahē, pūjana ēvuṁ karyuṁ tōya śuṁ, nā karyuṁ tōya śuṁ

āṁkha baṁdha karī tuṁ dhyāna dharē, manaḍuṁ tāruṁ pharatuṁ rahē

ēvuṁ dhyāna dharyuṁ tōya śuṁ, nā dharyuṁ tōya śuṁ

dānapuṇya tuṁ karatō rahē, haiyē kīrtilōbha vadhatō rahē

ēvuṁ dānapuṇya karyuṁ tōya śuṁ, nā karyuṁ tōya śuṁ

mā-bēna kahētāṁ jībha lacī paḍē, āṁkhamāṁ kāma salavalē

ēvāṁ śabdō tuṁ bōlē tōya śuṁ, nā bōlē tōya śuṁ

duḥkha sahana tuṁ karatō rahē, sāthē ēnē pōkāratō rahē

ēvuṁ tēṁ sahana karyuṁ tōya śuṁ, nā sahana karyuṁ tōya śuṁ

tyāganī vāta karatō rahē, lālacamāṁ nitya lapaṭātō rahē

ēvī vāta tuṁ karē tōya śuṁ, nā karē tōya śuṁ

darpaṇamāṁthī mēla dūra na karē, ēmāṁ tuṁ nitya juē

ēvā darpaṇamāṁ tuṁ jōyē tōya śuṁ, nā jōyē tōya śuṁ
English Explanation: Increase Font Decrease Font

While rolling the beads and chanting God’s name, the mind also keeps on wandering,

What is the point of chanting like that, it is as good as not chanting.

You always cleanse your body and religiously do the devotional rituals (Puja),

Yet, you have no control over your lust and anger, what is the point of such rituals, it is as good as not doing them.

You close your eyes and meditate, yet your mind keeps on wandering,

What is the point to meditate like that, it is as good as not meditating.

You keep on doing charity and donations, yet in your heart self-importance and greed keeps on increasing,

What is the point of such charity, it is as good as not doing it.

The tongue hesitates to call a lady, mother or sister, your eyes are full of lust,

What is the point of uttering those words, it is as good as not saying them.

You keep on suffering your grief, yet you keep on calling upon it,

What is the point of facing such suffering, it as good as not facing it and yet suffering.

You keep on talking about detachment, yet you are always entangled in temptations

What is the point of talking about detachment, it is as good as not talking about it.

You do not clean the dirt over the mirror, yet you always keep on looking in it,

What is the point whether you look into such a mirror or don’t look into it.
Scan Image

Gujarati Bhajan no. 335 by Satguru Devendra Ghia - Kaka
First...334335336...Last