|
View Original |
|
વિશ્વાસ કર્યો હતો તુજમાં, એ કાંઈ ગુનો ના હતો
ચાલ ચાલી કિસ્મતે એવી, ગુનો એને બનાવી દીધો
મહેનતે ભર્યુ હૈયું શ્રદ્ધાથી, વંટોળ છિન્નભિન્ન કરી ગયો
રચાયેલા સોનેરી સ્વપ્નોના મિનારાઓ એ તોડી ગયો
પાછુ વળી જોયું ના વિશ્વાસમાં, કિસ્મત ભંગાર બનાવી ગયો
સરળતાથી ચાલતા જીવનને એવું એ હચમચાવી ગયો
જોયું કે કલ્પ્યુ ના હતું જે દુઃખ, એના કિનારે પહોંચાડી ગયો
બેહાલ બનેલા જીવનના ભંગારને લઈ જીવન જીવી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)